ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

OMG 2 Teaser: 'OMG 2' ફિલ્મના ટીઝરના એક દ્રશ્યને લઈ યુઝર્સો થયા નિરાશ, અક્ષય કુમાર થયા ટ્રોલ - અક્ષય કુમાર થયા ટ્રોલ

'OMG 2' ફિલ્મના ટીઝરને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા મળી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સોએ આ ટીઝરમાં બતાવવમાં આવેલા એક દર્શને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. ટીઝરના એક દ્રશ્યમાં ડ્રેનેજ વોટરનો અપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે ફિલ્મના પ્રશંસકો ફિલ્મ રિલીઝ થવાનો રાહ જોઈ રહ્યાં છે.

'OMG 2' ફિલ્મના ટીઝરના એક દ્રશ્યને લઈ યુઝર્સો થયા નિરાશ, ચાહકોએ કર્યા વખાણ
'OMG 2' ફિલ્મના ટીઝરના એક દ્રશ્યને લઈ યુઝર્સો થયા નિરાશ, ચાહકોએ કર્યા વખાણ

By

Published : Jul 11, 2023, 3:34 PM IST

હૈદરાબાદ: અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ 'OMG 2'નું આજે તારીખ 11 જુલાઈના રોજ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થયા પછી તરત જ સોશિયલ મીડિયા પર યુઝર્સો બે ભાગમાં વહેંચાય ગયા છે. જેમાં એક વર્ગ સોશિયલ મીડિયા પર એક શોર્ટને લઈને નિરાશ જોવા મળે છે. જ્યારે બીજી બાજું અક્ષય કુમારના પ્રશંસકો ચોક્કસપણે જાણતા હતા કે, ફિલ્મની નિષ્ફળતા બાદ અક્ષય કુમાર 'OMG 2' સાથે પાછા ફરશે.

યુઝર્સો થયા નિરાશ: ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકામાં છે. જ્યારે પંકજ ત્રિપાઠી તેમના ભક્તની ભૂમિકામાં છે. આ ફિલ્મનું ટીઝર જેવું રિલીઝ થયું કે, તરત જ ટ્વિટર પર ઘણા યુઝર્સો ટીઝરની શાનદાર ઝલક જોઈ સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. જ્યારે બીજી બાજુ કેટાલક યુઝર્સો એવા પણ છે કે, જેમને એક દ્રશ્ય પસંદ ન આવતા ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.

ફિલ્મની ટીકા કરી: ફિલ્મમાં અક્ષય કુમાર એક રેલવે ટ્રેક પર બેઠેલા છે અને કોચના ટૈંકમાં ભરવામાં આવતા પાણીથી તેમના ઉપર વરસાદ કરવમાં આવે છે. ઘણા યુઝર્સોએ ચિંતા વ્યક્ત કરી છે કે, ટ્રેનેજ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક યુઝર્સે અક્ષય કુમારની ટીકા કરતા લખ્યું છે કે, 'અક્ષય કુમારની ફિલ્મ OMG 2માં ટ્રેનેજ પાણી, ટ્રેનના ખરાબ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.' આગળ યુઝર્સે ભવિષ્યવાણી કરી છે કે, 'અક્ષય કુમારની આગામી ફિલ્મ નિષ્ફળતાઓમાં સામેલ થઈ જશે.'

ફિલ્મ નિર્માતાઓને પ્રશ્ન: અન્ય યુઝર્સે લખ્યું છે કે, 'આ ટ્રેનેજનું પાણી છે, જે બધી ટ્રેનમાં ટોયલેટ ફ્લશમાંથી બહાર નિકળે છે. એ સ્પષ્ટ છે કે આપ ફિલ્મમાં શિવની ભૂમિકા ભજવી રહ્યાં છો અને સ્નાન કરી રહ્યાં છો.' યુઝર્સે ફિલ્મના અભિનેતા અક્ષય કુમાર અને ફિલ્મના નિર્માતાઓ પર પ્રશ્ન કર્યો છે અને જાણવાનો પ્રયાસ કર્યો છે કે, 'ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું ક્યારે બંધ કરશે.'

ફિલ્મના કર્યા વખાણ: જ્યારે ફિલ્મના પ્રશંસકોએ કહ્યું છે કે, 'એકદમ શુદ્ધ, શુદ્ધ, શુદ્ધ, શુદ્ધ, GOOSEBUMPS. આ અદભૂત ટીઝર માટે અક્ષય કુમારને ધ્યન્યવાદ. હવે આ ઉત્કૃષ્ટ કૃતિ જોવાની રાહ જોઈ રહ્યાં છિએ.' એક અન્ય પ્રશંસકે લખ્યુ છે કે, 'વાસ્તવિક રીતે ટીમે તેમના કાર્યમાં ઉન્નત કર્યું છે અને પ્રશંસકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે.' પ્રશંસકો વશેષ રુપે 'હર હર મહાદેવ'ની ધુનથી પ્રભાવિત થયા છે.

  1. Omg 2 Teaser: 'omg 2'નું ટીઝર રિલીઝ, જુઓ અક્ષય કુમાર પંકજ ત્રિપાઠીની શાનદાર ઝલક
  2. Bb Ott 2: સલમાન ખાને ના પાડી છતાં આ સ્પર્ધકે છોડી દીધું ઘર, જાણો ઘરમાં શું થયું ?
  3. Box Office Updates: 'સત્યપ્રેમ કી કથા' 100 કરોડ ક્લબમાં એન્ટ્રી, કાર્તિક કિયારાએ ચાહકોનો માન્યો આભાર

ABOUT THE AUTHOR

...view details