મુંબઈ:અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સ્ટારર 'OMG 2'એ ભારતીય બોક્સ ઓફિસ પર જોર પકડ્યું છે. વિશ્વવ્યાપી સ્વતંત્રતા દિવસના કારણે 'OMG 2'ના બજેટ અને પાંચમા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનમાં મંગળવારે ઉછાળો જોવા મળ્યો હતો. તાજેરમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન રવિવારની તુલનાએ વધારે હતું. અહેવાલોના આધારે 'OMG 2'એ તેના 5માં દિવસે આશરે રુપિયા 18.50 કરોડનું કલેક્શન કર્યું છે.
OMG 2 Collection Day 5: સ્વતંત્રતા દિવસે 'OMG 2'ના કલેક્શનમાં થયો વધારો, જાણો પાંચમાં દિવસની કમાણી - અક્ષય કુમાર
બોલિવુડ એક્ટર અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સ્ટારર 'OMG 2'ને બોક્સ ઓફિસ પર રિલીઝ થયાને પાંચ દિવસ થઈ ગયા છે. તારીખ 11 ઓગસ્ટના રોજ આ ફિલ્મ દુનિયાભરમાં રિલીઝ થઈ હતી. ચાર દિવસ બાદ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર હોબાળો મચાવી દીધો છે. તો ચાલો અહિં જાણીએ આ ફિલ્મનું પાંચ દિવસનું કુલ કલેક્શન વિશે.
બોક્સ ઓફિસ કલેક્શન:અક્ષય કુમારની ફિલ્મે પ્રથમ દિવસે 10.26 કરોડનું કેલક્શન કર્યું હતું. પાંચમાં દિવસે ફિલ્મની કમાણીમાં 65 ટકાનો આ વધારો સ્વતંત્રતા દિવસની રજાને આભારી છે, જેણે ફિલ્મના કલેક્શનમાં ઘણી મદદ કરી છે. 5 દિવસ બાદ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 73.67 કરોડ રુપિયા થઈ ગયું છે. પહેલા શનિવારે ફિલ્મની કમાણીમાં 50 ટકાનો વધારો નોંધાયો હતો. ફિલ્મે રિલીઝના બીજા દિવસે 15.30 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતું.
ફિલ્મની કમાણીમાં થયો વધારો: પ્રથમ રવિવારે ફિલ્મની કમાણીમાં 14 ટકાનો વધારો થયો હતો અને કુલ 17.55 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફલ્મે વીકેન્ડ પર 43.11 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે સોમવારે 31 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફિલ્મે ચોથા દિવસે 12.06 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ કલેક્શન સાથે ફિલ્મ બોક્સ ઓફિસ પર 50 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. ફિલ્મે 4 દિવમાં 55.17 કરોડની કમાણી કરી હતી.