ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ કરી આત્મહત્યા, તેના ઘરેથી મળી સુસાઈડ નોટ - સુસાઈડ નોટ

ઓડિયા ટીવી અભિનેત્રી રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરી લીધી (ACTRESS RASHMIREKHA OJHA DIES BY SUICIDE) છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ કરી આત્મહત્યા, તેના ઘરેથી મળી સુસાઈડ નોટ
ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ કરી આત્મહત્યા, તેના ઘરેથી મળી સુસાઈડ નોટ

By

Published : Jun 21, 2022, 9:38 AM IST

ભુવનેશ્વરઃઓડિયા ટીવી અભિનેત્રી રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરી લીધી (ACTRESS RASHMIREKHA OJHA DIES BY SUICIDE) છે. 18 જૂનની રાત્રે અભિનેત્રીનો મૃતદેહ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે લગભગ 10:30 વાગે તેનો મૃતદેહ પંખાથી લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. અભિનેત્રીના ઘરેથી એક સુસાઈડ નોટ (Actress Rashmirekha Ojha's Suicide Note) પણ મળી આવી છે.

આ પણ વાંચો:થિએટર્સમાં નહીં પહેલા કોર્ટમાં જોવાશે કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જીઓ, રીલિઝ થાય એ પહેલા વિવાદમાં

સુસાઈડ નોટ: જણાવી દઈએ કે આ મામલે અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને મૃતદેહ પાસે ટેબલ પર રાખેલી એક ચિઠ્ઠી મળી આવી છે. એવી આશંકા છે કે આ ચિઠ્ઠી અભિનેત્રીએ લખી હતી. નોટમાં કહેવામાં આવ્યું છે કે તેમના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવામાં આવે. જો કે અભિનેત્રીના આ પગલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

આ પણ વાંચો:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું સ્થાન કોણ લેશે? થશે મોટો ફેરફાર

અભિનયમાં કારકિર્દી: પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે અને રિપોર્ટના આધારે આગળની તપાસ કરવામાં આવશે. અભિનેત્રી, જગતસિંહપુર જિલ્લાની છે, અભિનયમાં કારકિર્દી બનાવવા માટે ધોરણ 12 પાસ કર્યા પછી ભુવનેશ્વર આવી હતી. તે સિરિયલ 'કેમિતી કહીં કહા'માં તેના રોલથી લોકપ્રિય બની હતી.

ABOUT THE AUTHOR

...view details