ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

નોરાનો બાંગ્લાદેશમાં આયોજિત ડાન્સ શો ત્યાંની સરકારે કર્યો રદ - નોરા ફતેહી ડાન્સ શો કેન્સલ

બોલિવૂડની પ્રખ્યાત ડાન્સર નોરા ફતેહીનો બાંગ્લાદેશમાં આયોજિત ડાન્સ શો ત્યાંની સરકારે રદ (Nora Fatehi dance show canceled in Bangladesh) કરી દીધો છે. વાંચો આ છે કારણ

Etv Bharatનોરાનો બાંગ્લાદેશમાં આયોજિત ડાન્સ શો ત્યાંની સરકારે કર્યો રદ
Etv Bharatનોરાનો બાંગ્લાદેશમાં આયોજિત ડાન્સ શો ત્યાંની સરકારે કર્યો રદ

By

Published : Oct 18, 2022, 1:23 PM IST

મુંબઈઃ બોલિવૂડની ફેમસ ડાન્સરના ડાન્સ શોને રોકી દેવામાં (Nora Fatehi dance show canceled in Bangladesh) આવ્યો છે. બાંગ્લાદેશ સરકારે અભિનેત્રીના ડાન્સ શોને લઈને મોટો નિર્ણય લીધો છે. ત્યાંની સરકારે તેનો ડાન્સ શો (Nora Fatehi dance show) રદ્દ કરી દીધો છે. નોરા ફતેહી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ઈવેન્ટ દરમિયાન પરફોર્મન્સ આપવાની હતી. જો કે, તે સાંજે ત્યા પર્ફોમ કરે તે પહેલા ત્યાની સરકારે નોરા ફતેહીને કાર્યક્રમમાં હાજરી આપવાની મંજૂરી આપી નથી અને શો રદ કર્યો છે.

નોરાને કાર્યક્રમમાં હાજરી આપવાની મંજૂરી આપી નથી: તમને જણાવી દઈએ કે સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે સોમવારે આ સંબંધિત એક નોટિસ જારી કરી હતી, જે મુજબ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત ડાન્સરને 'વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદેશી મુદ્રા ભંડારને જાળવી રાખવાના હેતુથી' મંજૂરી આપવામાં આવી ન હતી. જણાવી દઈએ કે ફેમસ ડાન્સરને Cowoman Leadership Corporation દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ડાન્સ કરવા અને એવોર્ડ આપવા માટે બોલાવવામાં આવી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો: કાર્યક્રમને રદ કરતી વખતે, સરકારના સંસ્કૃતિ મંત્રાલયે ઘટતા જતા વિદેશી હૂંડિયામણ અનામત વચ્ચે ડોલરની ચૂકવણી પર કેન્દ્રીય બેંકના નિયંત્રણોનો ઉલ્લેખ કર્યો હતો, જે ઓક્ટોબર 12 સુધીમાં ઘટીને 36.33 બિલિયન ડોલર થઈ ગયો છે. નોરા તેના ડાન્સ માટે જાણીતી છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. દરમિયાન, વર્ક ફ્રન્ટ પર, તે તાજેતરમાં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10 માં જજ તરીકે જોવા મળી હતી. તે જ સમયે, અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર આગામી ફિલ્મ 'થેંક ગોડ'માં પણ તે મણિકે ગીત પર શાનદાર ડાન્સ કરતી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details