નવી દિલ્હી: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની બુધવારે આઠ કલાકથી વધુ પૂછપરછ કર્યા પછી, દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) એ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ગુરુવારે બોલિવૂડ હસ્તી નોરા ફતેહીની સવારે 11 વાગ્યે ફરીથી પૂછપરછ (Nora Fatehi inquiry by EOW) માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેસ કરોડપતિ ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂપિયા 200 કરોડની (200 crore money laundering case) ખંડણી છેતરપિંડીનો છે, જે હાલમાં જેલમાં બંધ છે. નોરાની અગાઉ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ જ કેસમાં EOW દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસની પૂછપરછ શરુ
પોલીસ નક્કી કરશેઃ જેકલીન બુધવારે સવારે લગભગ 11 વાગ્યે EOW ઓફિસ પહોંચી અને લગભગ 8 વાગ્યા સુધી તેની પૂછપરછ ચાલુ રહી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરૂવારે નોરાની પૂછપરછ કર્યા બાદ પોલીસ નક્કી કરશે કે જેકલીનને ફરી ક્યારે બોલાવવામાં આવશે. બુધવારે જેકલીનનો આ કેસના અન્ય આરોપી પિંકી ઈરાની સાથે સામ-સામે થયો હતો.
મોડલની પૂછપરછઃચંદ્રશેખરને ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ લોકો સાથે કથિત રીતે છેતરપિંડી અને ખંડણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચંદ્રશેખર સાથેના કથિત સંબંધો માટે બોલિવૂડના ઘણા કલાકારો અને મોડલની પૂછપરછ કરી છે. ગયા વર્ષે એપ્રિલમાં, ચંદ્રશેખરને 2017ના ચૂંટણી પંચના લાંચ કેસથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં AIADMKના ભૂતપૂર્વ નેતા કથિત રીતે સામેલ હતા.