મુંબઈ કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી ગુરુવારે બિગ બી અમિતાભ બચ્ચનને તેમના મુંબઈના નિવાસસ્થાને મળ્યા NITIN GADKARI MEET AMITABH BACCHAN હતા. ગડકરીએ બિગ બીને રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનને NATIONAL ROAD SAFETY MISSION સફળ બનાવવા માટે તેમનો ટેકો આપવા આહ્વાન કર્યું હતું. આ મીટિંગ દરમિયાન અભિષેક બચ્ચન પણ હાજર હતો. અભિનેતા અમિતાભ બચ્ચન ઘણીવાર મુંબઈના ટ્રાફિક કાયદા અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
આ પણ વાંચોહસાવવા વાળો આ અભિનેતા ફેન્સની આંખોમાં આંસુ લાવ્યો, જુઓ તેની નવી ફિલ્મ ઝ્વીગાટોનું ટીઝર
નીતિન ગડકરી મુંબઈમાં અમિતાભ બચ્ચનને મળ્યા તેઓ ટૂંક સમયમાં માર્ગ સલામતી સુધારવાના મિશનમાં જોડાઈ શકે છે. નીતિન ગડકરીની ઓફિસમાંથી બંને વચ્ચેની મુલાકાતની તસવીરો ટ્વીટ કરવામાં આવી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મુંબઈમાં અમિતાભ બચ્ચનને મળ્યા હતા. ગડકરીએ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા મિશનને લગતા આ મિશનને મજબૂત કરવા માટે અમિતાભ પાસે સમર્થન માંગ્યું હતું.