મુંબઈ: બોલીવુડ આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ ગયા બુધવારે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમની લાશ ND સ્ટુડિયમાંથી મળી હતી. પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. લાશને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. 4 ડૉક્ટરોની ટીમે લાશનું પોર્ટમાર્ટમ કર્યુ હતું. આ દરમિયાન રાયગઢ પોલીસે આત્મહત્યા કરી હોવાનું કારણ જણાવ્યું હતું.
4 ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ: પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડાયરેક્ટર નીતિન દેસાઈનું પોસ્ટમોર્ટમ 4 ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. શરુઆતમાં નીતિન કુમારના મૃત્યુંનું કારણ ફાંસી જણાવ્યું હતું. ત્યાર બાદ આગળની તપાસ ચાલુ રાખી હતી. ખાલાપુર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે નીતિન દેશાઈની લાશ જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર:પુલીસે બુધવારે નીતિન દેસાઈ માહરાષ્ટ્રમાં રાયગઢ જિલ્લામાં પોતાના સ્ટુડિયોમાં મૃત અવસાસ્થામાં મળી આવ્ય હતા. દેસાઈ મુંબઈથી લગભગ 80 કિલોમીટર દુર કર્જતમાં તેમના ND સ્ટુડિયોમાં મળી આવ્યા હતા. આ ઘટના પર રાયગઢના પુલીસ અધિકારી SP સોમનાથ ઘરગેએ કહ્યુ હતુ કે, 'આર્ટ ડાયરેક્ટર દેસાઈના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, તેમનું અંતિમ સંસ્કાર ND સ્ટુડિયોમાં જ થશે.'
પોલીસ તપાસ જારી: આ ઘટના અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'અમને સ્થળ પરથી કેટલાક ડિવાઈઝ મળ્યા છે. જેમાં મોબઈલ ફોન, અન્ય એસેસરીઝ અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈઝનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેના આધારે અમે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તેમના કેરયટેકર અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.'
- OMG 2 trailer: અક્ષય કુમાર સ્ટારર 'OMG 2'નું ટ્રેલર આઉટ, જુઓ પંકજ ત્રિપાઠીની શાનદાર ભૂમિકા
- Gujarati Film Award: ગુજરાતી ચલચિત્રો માટે વિવિધ કેેટેગરીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કારની ઘોષણા, રાજ્ય સરકાર દ્વારા યાદી જાહેર
- Arpita Khan Birthday: સલમાન ખાને બહેન અર્પિતાને જન્મદિવસની શુભકામના પાઠવી, જુઓ અદભૂત તસવીર