હૈદરાબાદ:19 જૂનના રોજ, બોલિવૂડના લગભગ તમામ સેલેબ્સે તેમના પિતા સાથેની તસવીરો શેર કરીને ફાધર્સ ડેની ઉજવણી ( celebrated first fathers day) કરી હતી. ત્યારે હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમના પ્રથમ બાળક ( Malti chopra jonas) સાથે ફાધર્સ ડેનો આનંદ માણ્યો (Nick jonas and Priyanka chopra celebrated first fathers day) હતો. પ્રિયંકા અને નિકે આ દિવસે એક સુંદર તસવીર પોસ્ટ કરીને ચાહકોને ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો:વિદ્યુત જામવાલ પોતાની લક્ઝરી કારમાં મહિલા ફેનને ફરવા લઈ ગયો, ચાહકોએ કહ્યું ગોલ્ડન હાર્ટ મેન
દીકરીના ચહેરાની ઝલક: પ્રિયંકા અને નિક દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં માલતી તેના પિતા નિક જોનાસ સાથે ઉભેલી જોવા મળે છે. જો કે દંપતીએ હજુ સુધી દીકરીના ચહેરાની ઝલક દેખાડી નથી. આ તસવીરમાં નિકે સફેદ રંગનો ટુવાલ અને પગમાં સફેદ સ્નીકર્સ (જૂતા) પહેર્યા છે. મજાની વાત એ છે કે આ કપલે તેમની દીકરીને પણ સફેદ સ્નીકર્સ પહેરાવ્યા છે.