અમદાવાદ:મલ્હાર ઠાકર અને યશ સોની સ્ટારર ફિલ્મ '3 એક્કા' ફિલનું નવું સોન્ગ રિલીઝ. તારીખ 22 ઓગસ્ટના રોજ ફિલ્મ નિર્માતાઓએ સોન્ગ 'ભેરુડા' ચાહકો સમક્ષ બહાર પાડ્યું છે. નવું સોન્ગ રિલીઝ થતાં જ ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્તેજના ખુબ જ વધી ગઈ છે. આ ફિલ્મમાં એશા કંસારા અને હિતુ કનોડિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આનંદ પંડિત મોશન પિક્ચર અને જેનોક દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે. આ ફિલ્મના નર્દેશક રાજેશ શર્મા છે.
Bheruda Song Out: ગુજરાતી ફિલ્મ '3 એક્કા'નું નવું ગીત રિલીઝ, જુઓ શાનદાર વીડિયો - ભેરુડા ગીત આઉટ
મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ '3 એક્કા'માંથી નવું સોન્ગ 'ભેરુડા' રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં એશા કંસારા પણ જોવા મળી રહી છે અને 3 મિત્રોની મસ્તી જોવા મળે છે. આ સોન્ગ બહાર આવતા જ ચાહકોમાં ફિલ્મ જોવાની ઈચ્છા વધારી દીધી છે. જુઓ અહિં શાનદાર વીડિયો સોન્ગ.
![Bheruda Song Out: ગુજરાતી ફિલ્મ '3 એક્કા'નું નવું ગીત રિલીઝ, જુઓ શાનદાર વીડિયો ગુજરાતી ફિલ્મ '3 એક્કા'માંથી નવું ગીત રિલીઝ, જુઓ શાનદાર વીડિયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-08-2023/1200-675-19329328-thumbnail-16x9-kjjkj.jpg)
Published : Aug 22, 2023, 4:35 PM IST
3 એક્કા ફિલ્મનું નવું ગીત આઉટ: મલ્હાર ઠાકરે '3 એક્કા' ફિલ્મનું ગીત તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યું છે. આ સોન્ગ શેર થતાં જ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ સોન્ગ સાંભળી ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી છે. એક ચાહકે લખ્યું છે કે, 'ફેન્ટેસ્ટિક સોન્ગ ભાઈ લવ્ડ ઈટ.' બીજાએ લખ્યું છે કે, 'સુપર હિટ મૂવી.' અન્યએ લખ્યું છે કે, 'સુપર ડુપર કુલ મેરા ભાઈ.' જ્યારે અન્ય ચાહકોએ ફાયર અને હાર્ટ ઈમોજીસથી કોમેન્ટ બોક્સ ફરી દીધુ છે.
3 એક્કા ફિલ્મમાં કાલાકારોની મસ્તી: ગીત રિલીઝ થતાં જ '3 એક્કા' ફિલ્મના સ્ટાર મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવી એક શાનદાર અંદાજમાં જોવા મળે છે. ત્યાર પછી તેઓ ત્રણે જણા એક કારમાં જોવા મળે છે. ત્યાર બાદ ત્રણે જણા ભાગતા નજરમાં આવે છે. ફિલ્મમાં ત્રણે મિત્રો ખુબ જ મસ્તી કરે છે અને આ દરમિયાન મલ્હાર ઠાકરના જન્મદિવસની ઉજવણીનું પણ એક દ્રશ્ય જોવા મળે છે. ગીતમાં એશા કંસારા પણ જોવા મળી રહી છે. આ ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ ઓલ ઈન્ડિયામાં રિલીઝ થશે.