ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

પુત્ર રણબીર સાથેની તસવીર શેર કરીને નીતુ કપૂરે કહ્યું, 'કપૂર સાહેબ તમારું સપનું સાકાર થયું' - રણબીર આલિયા ભટ્ટ લગ્ન

તાજેતરમાં નીતુ કપૂરે પુત્ર રણબીર કપૂર સાથેની એક તસવીર (ranbir alia wedding photos) શેર કરી છે, જે એક તરફ તમને ભાવુક કરી દે છે તો બીજી તરફ આ મોટા સમારોહની ખુશીનો અહેસાસ પણ આપે છે. નીતુ કપૂર હવે તેના પુત્રના લગ્ન કરીને સેટલ થઈ ગઈ છે.

પુત્ર રણબીર સાથેની તસવીર શેર કરીને નીતુ કપૂરે કહ્યું, 'કપૂર સાહેબ તમારું સપનું સાકાર થયું'
પુત્ર રણબીર સાથેની તસવીર શેર કરીને નીતુ કપૂરે કહ્યું, 'કપૂર સાહેબ તમારું સપનું સાકાર થયું'

By

Published : Apr 15, 2022, 3:32 PM IST

હૈદરાબાદ: રણબીર કપૂરના લગ્ન કપૂર પરિવાર માટે એક મોટું સપનું હતું. અમે આ નથી કહી રહ્યા. ખરેખર, રણબીર કપૂરની માતા અને પીઢ અભિનેત્રી નીતુ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો છે. નીતુ કપૂરે 14 એપ્રિલે તેમના પુત્ર રણબીરની પસંદગીની છોકરી આલિયા ભટ્ટ સાથે તેમના લગ્ન (ranbir alia wedding) કરાવ્યા હતા. લગ્નની ખુશી વચ્ચે જો નીતુ કપૂર કોઈને મિસ કરતી હોય તો તે દિવંગત અભિનેતા ઋષિ કપૂર (Actor Rishi Kapoor) હતા.

આ પણ વાંચો:Alia ranbir marriage:​​રણબીર આલિયા લગ્નના બંધનમાં બંધાયા, ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સેર કરી તેના લગ્નની તસવીરો

ખુશીનો અહેસાસ :તાજેતરમાં નીતુ કપૂરે પુત્ર રણબીર કપૂર સાથેની એક તસવીર (ranbir and neetu kapoor photos) શેર કરી છે, જે એક તરફ તમને ભાવુક કરી દે છે તો બીજી તરફ આ મોટા સમારોહની ખુશીનો અહેસાસ પણ આપે છે. નીતુ કપૂર હવે તેના પુત્રના લગ્ન કરીને સેટલ થઈ ગઈ છે.

સ્વર્ગસ્થ પતિને મોટી ભેટ:નીત કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર સાથેની તસવીર શેર કરીને સ્વર્ગસ્થ પતિને મોટી ભેટ આપી છે. આ સાથે તેના પતિનું સપનું પણ પૂરું થયું છે. આ તસવીર શેર કરતાં નીતુ કપૂરે લખ્યું છે કે, 'આ તસવીર કપૂર સાહેબને સમર્પિત છે, તમારું સપનું સાકાર થયું છે.

લગ્નની તસવીરો શેર : લગ્ન બાદથી જ કપૂર પરિવારના દરેક વ્યક્તિ અને લગ્નમાં હાજર તમામ મહેમાનો સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી રહ્યાં છે.

ફેન્સને મોટી ટ્રીટ: લગ્ન બાદ આલિયા ભટ્ટે ખુદ લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને મોટી ટ્રીટ આપી હતી. આ સાથે રણબીર અને આલિયાએ મીડિયા સામે તેને શુભેચ્છા પાઠવી હતી અને ચાહકોનો દિલથી આભાર માન્યો હતો.

આ પણ વાંચો:લગ્ન પછી રણબીર કપૂરે આલિયા ભટ્ટના કહેવા પર કરવું પડશે આ કામ, અભિનેતાએ આપી સંમતિ

આલિયાને ખોળામાં ઉઠાવીને લગ્ન: આ દરમિયાન રણબીર કપૂરે આલિયાને ખોળામાં ઉઠાવીને લગ્ન કર્યા હતા. હવે લગ્ન પછીની વિધિઓ પૂર્ણ થઈ રહી છે અને આલિયાના કપૂર પરિવારમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details