હૈદરાબાદઃઆલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન બોલિવૂડમાં આ વર્ષના સૌથી મોટા લગ્ન (Ranbir-Alia wedding) બનવા જઈ રહ્યા છે. કપલના લગ્નને હવે ગણતરીના દિવસો બાકી છે. અહીં, પૈપરાઝી દિવસ-રાત આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂરને ફોલો કરી રહ્યાં છે અને એક જ સવાલ પૂછે છે કે આલિયા-રણબીરના લગ્ન ક્યારે (alia bhatt ranbir kapoor wedding date) છે. હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણબીરની માતા નીતુ કપૂર પૈપરાઝીથી પરેશાન થઈ ગઈ છે.
આ પણ વાંચો:Ranbir And Alia marriage Date: આલિયા-રણબીરના લગ્નની તારીખ કન્ફર્મ, આ દિવસે કપલ લેશે સાત ફેરા
વીડિયોમાં નીતુ કપૂર નારાજ: ખરેખર, જે વીડિયો સામે આવ્યો છે તેમાં નીતુ કપૂર વાઈન કલરની સાડીમાં વોક કરી રહી છે. નીતુ કપૂરને જોઈને પૈપરાઝીઓએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધો અને ફોટા ક્લિક કર્યા હતા.વીડિયોમાં નીતુ કપૂર નારાજ થઈને કહેતી જોવા મળે છે કે તેણે વાળ પણ બનાવ્યા નથી અને ચપ્પલ પણ નથી પહેર્યા અને તમે આવા ફોટા ક્લિક કરો છો.