હૈદરાબાદ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે સોમવારે (27 જૂન) પ્રેગ્નેન્સીના સારા સમાચાર (Alia Bhatt announces her pregnancy) આપીને ચાહકોના ચહેરા પર ખુશી લાવવાનું કામ કર્યું છે. આ સારા સમાચાર પછી, દંપતીને બોલિવૂડ અને ચાહકો તરફથી અભિનંદનનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. હાલમાં આ કપલના ફેન્સ તેમને ખૂબ જ અભિનંદન મોકલી રહ્યા છે. અહીં, રણબીર અને આલિયાની માતાઓએ કપલને આશીર્વાદ આપતા તેમની પ્રેમાળ Neetu kapoor shared unseen pictures) તસવીરો શેર કરી છે.
આ પણ વાંચો:આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળી નીતુ કપૂરે શું પ્રતિક્રિયા આપી, જૂઓ વીડિયો
પોતાની ફેવરિટ તસવીર ગણાવી: આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને તેની તસવીરો શેર કરીને રણબીર આલિયાને આશીર્વાદ આપ્યા છે. તે જ સમયે, નીતુ કપૂરે આ ખુશીના અવસર પર રણબીર-આલિયાની એક સુંદર તસવીર પણ શેર કરી છે. આલિયા ભટ્ટે પણ આ તસવીરને પોતાની ફેવરિટ તસવીર ગણાવી છે. તમને જણાવી દઈએ કે, કપલના આ સારા સમાચાર સાથે સમગ્ર કપૂર પરિવારમાં ફરી એકવાર ખુશીની લહેર દોડી ગઈ છે.