હૈદરાબાદ: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નિર્દોષ છુટેલા અભિનેતા શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાને રાહતનો શ્વાસ લીધો છે. મુંબઈની એક કોર્ટે ડ્રગ્સના કેસમાં (Aryan Khan Drug Case) જપ્ત કરાયેલા આર્યન ખાનનો પાસપોર્ટ જાહેર કરવા કહ્યું છે. ક્રુઝ ડ્રગ્સમાં (Cruz drugs case) આર્યન ખાન પર વિદેશ પ્રવાસ સહિત અનેક શરતો લાદવામાં આવી હતી. આ મામલે આર્યન ખાનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ કોર્ટે હવે આર્યનને પાસપોર્ટ પરત કરવા કહ્યું છે. (NCB to give back aryan khan passport)હવે આર્યન ખાન કોઈપણ શરત વગર વિદેશ પ્રવાસ કરી શકશે.
આ પણ વાંચો:જાણો NCPએ રિયા ચક્રવર્તી પર કેમ ચાર્જશીટ ફાઈલ કરી
પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો: જણાવી દઈએ કે, આર્યન ખાને સ્પેશિયલ NDPS કોર્ટમાં અરજી દાખલ કરીને પાસપોર્ટ પરત કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે આર્યન ખાને આ અરજી ત્યારે કરી હતી જ્યારે તેને ગયા મહિને NCB દ્વારા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપવામાં આવી હતી. આ પહેલા આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટ દ્વારા ઓક્ટોબર 2021માં જામીન આપવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન NCB દ્વારા તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો.
છ હજાર પાનાની ચાર્જશીટ દાખલ: નોંધનીય છે કે 27 મેના રોજ આ કેસમાં 14 આરોપીઓ વિરુદ્ધ છ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમાં આર્યન ખાનનું નામ સામેલ નહોતું. ચાર્જશીટમાં નામ આવ્યા બાદ આર્યન ખાનની ધરપકડ ખોટી સાબિત થઈ હતી. તમને જણાવી દઈએ કે, આર્યન ખાને મુંબઈની આર્થર રોડ જેલમાં 20 દિવસથી વધુ દિવસ રાત વિતાવી હતી.