અમદાવાદ:"નાયિકા દેવી!" ભારતીય ઈતિહાસનો એવો અધ્યાય છે જે લાખો અન્ય ઐતિહાસિક ઘટનાઓ અને સમ્રાટોના ઢગલાબંધ શૌર્ય વચ્ચે નજર અંદાજ થઈ ગયો. હવે આગામી ફિલ્મ નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન થકી, આપણને આ વીરાંગનાની હિંમતભરી(Veerangana courageous journey) સફર જોવા મળશે. આ ફિલ્મમાં 12મી સદીની વાત(Twelth century story in film) છે. જેમાં ખુશી શાહ નીડર નાયિકા દેવી તરીકે અને ચંકી પાંડે મુહમ્મદ ઘોરી તરીકે જોવા મળશે. હજૂ સુધી ગુજરાતમાં ઓછા ઉલ્લેખિત યુદ્ધ પર ફિલ્મ બની છે. જ્યારે ખુશી શાહ નાયિકા દેવી તરીકે(Khushi Shah as the heroine Devi) નીખરી આવે છે. બંન્ને કલાકારો તેમના પાત્રોમાં સંપૂર્ણ રીતે ડૂબેલા દેખાય છે. યુદ્ધના દ્રશ્યો ટ્રેલરમાં જોવા મળે છે.
ધ વોરિયર ક્વીન - નાયિકા દેવી એ વીરાંગનાની હિંમતભરી કહાની મોટો પડદે જોવા મળશે. આ ફિલ્મમાં 12મી સદીની વાત છે. જેમાં ખુશી શાહ નીડર નાયિકા દેવી તરીકે અને ચંકી પાંડે મુહમ્મદ ઘોરી તરીકે જોવા મળશે. આ પણ વાંચો:Attack Film Promotion: બોલિવૂડ સ્ટાર જ્હોન અબ્રાહમ ફિલ્મ એટેકના પ્રમોશન અર્થે અમદાવાદમાં
શું કહ્યું નિર્માતાએ અને દિગ્દર્શકે ? -ટ્રેલર રિલીઝ થતાની સાથે જ નિર્માતા ઉમેશ શર્માએ કહ્યું કે, "હવે સમય આવી ગયો છે પ્રતિષ્ઠિત નાયિકા દેવીની ગૌરવગાથાનો દર્શકો સમક્ષ રજુ કરવાનો જેઓ 12મી સદીની રાણી, માતા, વિધવા અને ભારતની પ્રથમ મહિલા યોદ્ધા હતી." દિગ્દર્શક નીતિન કહે છે કે, "આ માત્ર કોઈ ફિલ્મ નથી. આ નાયિકા દેવીની નિર્ભયતાની વાર્તા છે અને દરેક કલાકારોએ આ ઇતિહાસને ફરીથી જીવંત બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. અમને આશા છે કે ફિલ્મને વધુ સારો પ્રતિસાદ મળશે."
જ્યારે ખુશી શાહ નાયિકા દેવી તરીકે નીખરી આવે છે. બંન્ને કલાકારો તેમના પાત્રોમાં સંપૂર્ણ રીતે ડૂબેલા દેખાય છે. યુદ્ધના દ્રશ્યો ટ્રેલરમાં જોવા મળે છે. આ પણ વાંચો:KGF Chapter 2 Film in Vadodara : અલ્પના થિએટરમાં KGF 2 ફિલ્મ દરમિયાન માથાભારે શખ્સોનો આતંક, કર્યું લાખોનું નુકસાન
લીડ એક્ટ્રેસ ખુશી શાહનો પ્રતિભાવ -"આ ફિલ્મ મારા માટે બધું જ છે. મેં માત્ર પોશાક ધારણ નથી કર્યા , પરંતુ નાયિકા દેવીને સંપૂર્ણ ન્યાય આપવા માટે મેં મારું હૃદય રેડ્યું છે. ચાલો આપણે આ રાણીની યાત્રાને અપનાવીએ જે ગુજરાતનું ગૌરવ છે." 6 મેં 2022ના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સંગીત પાર્થ ઠક્કરે આપ્યું છે અને ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યા છે. નાયિકા દેવી 6ઠ્ઠી મે, 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.