હૈદરાબાદ: ટોલીવુડ અભિનેત્રી નયનથારા તેના પતિ વિગ્નેશ શિવન સાથે થોડા દિવસો પહેલા કુંભકોણમ મંદિરની મુલાકાત લીધી હતી. તેમના પતિ એક ફિલ્મ નિર્માતા છે. દંપતીએ પંગુની ઉથિરમ નિમિત્તે પૂજા કરી હતી. તેની મુલાકાતની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં નયનથારા તેનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો ફોન તોડી નાખવાની ધમકી આપતી જોઈ શકાય છે. જોકે, આ મુદ્દાની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો:Amitabh Bachchan: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બે પોસ્ટ કરી શેર, જુઓ યુઝર્સની કોમેન્ટ
કુંભકોણમ મંદિરની મુલાકાત:મળતી માહિતી મુજબ કુંભકોણમ મંદિરમાં પૂજા કર્યા બાદ દંપતી વિગ્નેશ શિવનના પૈતૃક મંદિરમાં ગયા હતા. જ્યાં આ ઘટના બની હતી. નયનતારા અને વિગ્નેશ પૂજા કરવા પહોંચ્યા કે, તરત જ નયનથારાની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ કપલનો વીડિયો પણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. વાયરલ ક્લિપમાં નયનથારા વીડિયો ઉતારનાર વ્યક્તિને ચેતવણી આપતી જોવા મળે છે.