મુંબઈઃ બોલિવૂડના શાનદાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને સુંદર અભિનેત્રી નેહા શર્મા સ્ટારર ફિલ્મ 'જોગીરા સારા રા રા'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા શર્મા પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મનું પહેલું ટીઝર પણ તારીખ 14મી એપ્રિલે રિલીઝ થઈ ગયુંં છે. આ ફિલ્મનું નિર્દેશન કુશલ નંદીએ કર્યું છે. ફિલ્મના નિર્માતા નઈમ એ સિદ્દીકી અને કિરણ શ્યામ શ્રોફ છે. ફિલ્મમાં અન્ય કલાકારોની સાથે ઝરીના વહાબ અને સંજય મિશ્રા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તારીખ 12 મે 2023ના રોજ રીલિઝ થઈ રહી છે.
Jogira Sara Ra Ra Teaser: 'જોગીરા સારા રા રા'નું ટિઝર આઉટ, આ ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે - Jogira Sara Ra Ra Teaser
નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા શર્માની આગામી ફિલ્મ 'જોગીરા સારા રા રા'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આ ફિલ્મનું ટિઝર તારીખ 14 મી એપ્રિલે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ લખનૌ અને વારાણસીમાં કરવામાં આવ્યું છે. નવાઝુદ્દીન આ ફિલ્મને લઈને ઉત્સાહિત. જાણો અહિં ફિલ્મની રિલીઝ ડેટ.
ફિલ્મનું શૂટિંગ: ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને વારાણસીમાં કરવામાં આવ્યું છે. નવાઝુદ્દીન અને નેહા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેએ ઘણી મહેનત કરી હતી અને બંનેને ઘણા પડકારોમાંથી પસાર થવું પડ્યું હતું. નિર્માતાઓએ પણ યુપીના સુંદર શહેરોમાં આ ફિલ્મના શૂટિંગનો સંપૂર્ણ આનંદ લીધો.
અભિનેતા નવાઝુદ્દીન ચર્ચામાં: નવાઝુદ્દીન ફરી એકવાર પોતાના શાનદાર અભિનયથી ચાહકોનું દિલ જીતવાનો પ્રયાસ કરશે. નવાઝ તેની પૂર્વ પત્ની આલિયા સાથેના ઝઘડાને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. જેના કારણે તેના કામ પર મોટી અસર પડી છે. અભિનેતાની પત્ની કોર્ટમાં પહોંચી ગઈ છે. બીજી તરફ ફિલ્મની લીડ એક્ટ્રેસ નેહા શર્માની વાત કરીએ તો તે તેના વર્કઆઉટ સેશનને કારણે ચર્ચામાં રહે છે. નેહા ઘણીવાર તેની નાની બહેન આયેશા શર્મા સાથે જીમની બહાર જોવા મળે છે.