મુંબઈ: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ઉજવણી ઉદયપુરમાં શરુ થઈ ગઈ છે. નવરાજ હંસના પર્ફોર્મન્સથી લઈને ભવ્ય ઉજવણી સુધી લગ્નના એક દિવસ પહેલાની રાતને રંગીન બનાવી દેવામાં આવી હતી. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તારીખ 24 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. પરિણીતી અને રાઘવે શનિવારની સાંજે લગ્ન પહેલા 90ના દાયકાની થીમ આધારિત પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સંગીત નાઈટમાં નવરાજ હંસે પોતાના શાનદાર પર્ફોર્મન્સથી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
Ragneeti Wedding: સંગીત નાઈટમાં નવરાજ હંસે જમાવી મહેફીલ, મહેમાનોએ પંજાબી ગીતો પર કર્યો ડાન્સ - પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના મેરિજ
બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી નેતા રાઘવ ચઢ્ઢાના સંગીત નાઈટમાં સિંગર નવરાજ હંસે પોતાના પર્ફોર્મન્સથી મહેફીલ જમાવી હતી. નટરાજના હિટ પંજાબી સોન્ગ અને 90ના દાયકાના ગીતોએ લગ્નના મહેમાનોને નાચવા મજબૂર કરી દીધા હતા.
Published : Sep 24, 2023, 9:49 AM IST
સંગીત નાઈટમાં નવરાજ હંસનું શાનદાર પર્ફોર્મન્સ: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ઉજવણી કેટલાક દિવસ પહેલા દિલ્લીમાં એક સ્પેશિયલ સૂફી નાઈટ સાથે શરુ થઈ હતી. ત્યાર બાદ એક પર્સનલ મહેંદી કાર્યક્રમ થયો હતો. બાકીના સમારોહ ઉદયપુરમાં થઈ રહ્યા છે. કપલે શનિવારે 90ના દાયકાની થીમ આધારિત પાર્ટીમાં ધમાલ મચાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રસિદ્ધ સિંગર નવરાજ હંસ જે પંજાબી મ્યૂઝિકમાં પોતાના શાનદાર પર્ફોર્મન્સને લઈને જાણીતા છે. સંગીત નાઈટમાં ફેમસ બોલિવુડ ગીત 'કજરા મોહબ્બત વાલા' અને પંજાબી ગીતો પર પર્ફોર્મન્સ કર્યું હતું.
મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું: રસપ્રદ વાત એ છે કે, પાર્ટીના ગેટ પર તમામ મહેમાનોનું સ્પેશિયલ કેસેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એક હ્રુદયને સ્પર્શ કરે તેવો મેસેજ લખવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, દરેક મહેમાનને આપવામાં આવેલી ભેટ પરિણીતી ચોપરાએ જાતે તૈયાર કરી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, મેન્યુ પાર્ટી મેન્યૂમાં ચાટ કાઉંટર, મૈગી કાઉન્ટર, કૈંડી કાઉન્ટર અને એવા ઘણા રસપ્રદ ફૂડ સામેલ હતા.
- Farah Khan Interview : બોલીવુડ ડાયરેક્ટર ફરાહ ખાન બની અમદાવાદની મહેમાન, ઈટીવી ભારત સાથે કરી રસપ્રદ વાતો
- Ragneeti Wedding : પરિણીતી-રાઘવના લગ્નમાં પહોંચેલી ભાગ્યશ્રીએ અંદરની રોયલ તસવીરો શેર કરી
- Rashmika Mandanna First Look : 'એનિમલ'માં રશ્મિકા મંદન્નાનો પહેલો લુક સામે આવ્યો, હવે 'ગીતાંજલિ'ના રોલમાં જોવા મળશે 'શ્રીવલ્લી'