મુંબઈ:રાષ્ટ્રીય સિનેમા દિવસ પર PVR, Cinepolis અને INOX માં મૂવી ટિકિટોની કિંમતો ઘટાડીને 99 રૂપિયા કરવામાં આવી છે. આ સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ ખાસ ઓફરને કારણે 'જવાન', 'મિશન રાણીગંજ' અને 'ફુકરે-3' જેવી ઘણી ફિલ્મોના શો ઝડપથી ફુલ થઈ રહ્યા છે. થિયેટરોના હાઉસફુલ વિશેની પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
National Cinema Day 2023: રાષ્ટ્રીય સિનેમા દિવસ પર ટિકિટની કિંમત માત્ર 99 રૂપિયા, સિનેમાઘરો થયા હાઉસફુલ - થિયેટરો થયા હાઉસફુલ
આજે ભારતમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે અનેક થિયેટરો આજે દર્શકો માટે ઓફર લઈને આવ્યા છે. આજે તમે માત્ર 99 રૂપિયા ચૂકવીને નવી ફિલ્મોનો આનંદ માણી શકો છો.
Published : Oct 13, 2023, 12:44 PM IST
થિયેટરો થયા હાઉસફુલ: નેશનલ સિનેમા ડે પર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેમના ચાહકો અને દર્શકોને 99 રૂપિયામાં શો જોવા માટે ટિકિટ બુક કરવા માટે જાણ કરી છે. તે જ સમયે, એક એક્સ (અગાઉ ટ્વિટર) યુઝરે જવાનના શોની પોસ્ટ શેર કરી છે, જેમાં દિલ્હી એનસીઆરમાં જવાનને જોવા માટે તમામ થિયેટરો ભરાઈ ગયા છે. અક્ષય કુમારની નવી ફિલ્મ મિશન રાણીગંજ અને પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, પંકજ ત્રિપાઠી, રિચા ચઢ્ઢાની કોમેડી ફિલ્મ ફુકરે-3ની પણ આવી જ સ્થિતિ છે.
જવાને આપી ટક્કર: બોક્સ ઓફિસ પેન ઈન્ડિયા ટ્રેકના ટ્વિટ અનુસાર, ફુકરે-3 માટે સૌથી વધુ ટિકિટ બુક કરવામાં આવી હતી. હની ઔર ચૂચે કી જોડી જોવા માટે સમગ્ર ભારતમાં 2.75 લાખ ટિકિટો બુક કરવામાં આવી હતી, જ્યારે બોક્સ ઓફિસ પર તમામ ફિલ્મોને ટક્કર આપતી જવાનની 2.38 લાખ ટિકિટો ખરીદવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજની 2.16 લાખ ટિકિટો વેચાઈ છે. એક્સ યુઝરના ટ્વીટ અનુસાર, ગયા ગુરુવારે 1 કલાકમાં મિશન રાણીગંજની 5.37 હજાર ટિકિટ બુક થઈ હતી.