ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

નાગા શૌર્યાએ ગર્લફ્રેન્ડ અનુષા શેટ્ટી સાથે કર્યા લગ્ન, જુઓ સુંદર તસવીર - નાગા શૌર્યા અનુષા શેટ્ટીના લગ્ન

સાઉથના સુપરસ્ટાર નાગા શૌર્યાએ ગર્લફ્રેન્ડ અનુષા શેટ્ટી સાથે (Naga Shaurya married girlfriend Anusha Shetty) લગ્ન કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નની (Naga Shaurya Anusha Shetty weddin) સુંદર તસવીર શેર કરીને માહિતી આપી છે.

નાગા શૌર્યાએ ગર્લફ્રેન્ડ અનુષા શેટ્ટી સાથે કર્યા લગ્ન, જુઓ સુંદર તસવીર
નાગા શૌર્યાએ ગર્લફ્રેન્ડ અનુષા શેટ્ટી સાથે કર્યા લગ્ન, જુઓ સુંદર તસવીર

By

Published : Nov 21, 2022, 2:17 PM IST

મુંબઈઃલગ્ન જીવનની એક સુંદર ક્ષણ છે, જેમાં પ્રેમ, જવાબદારીઓ અને ઘણી ખુશીઓ સાથે જીવન ફરી શરૂ થાય છે. સાઉથના સુપરસ્ટાર નાગા શૌર્યાએ ગર્લફ્રેન્ડ અનુષા શેટ્ટી સાથે લગ્ન (Naga Shaurya married girlfriend Anusha Shetty) કર્યા છે. સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને અભિનેતાએ ચાહકોને પોતાની નવી જવાબદારીનો પરિચય કરાવ્યો છે. નાગા શૌર્યએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેટ્ટી (Naga Shaurya wife) ને મંગળસૂત્ર (Naga Shaurya Anusha Shetty weddin) બાંધી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બેંગ્લોરની હોટલમાં લગ્ન: ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમણે મંગળસૂત્ર બાંધતી સુંદર તસવીર શેર કરી છે. પોસ્ટ પર કેપ્શન આપતા તેમણે લખ્યું, 'આ મારી આજીવન જવાબદારી છે. લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને ઇન્ટિરિયરડિઝાઇનરઅનુષા સાથે નાગાએ રવિવારે બેંગ્લોરની એક હોટલમાં લગ્ન કર્યા છે. લગ્ન પહેલાની ઉજવણી અને લગ્ન સમારંભ બંનેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

લગ્નમાં પરંપરાગત પોશાક:તસવીરમાં કપલ લગ્નના પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેમના ચાહકો અને મિત્રો તરફથી નવા કપલ માટે અભિનંદનના સંદેશાઓ વહેતા થયા છે. તેમની પ્રી વેડિંગ સેલિબ્રેશન તારીખ 19 નવેમ્બરે થઈ હતી. જેમાં મહેંદી સેરેમની અને કોકટેલ પાર્ટી સામેલ હતી. તસ્વીરમાં, નાગા વાદળી કુર્તા પહેરેલા જોઇ શકાય છે. જ્યારે અનુષાએ ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળો લહેંગા પહેર્યો હતો.નાગા શૌર્યએ લગ્ન સમારોહ માટે તેણે ધોતી સાથે સફેદ કુર્તો પહેર્યો હતો અને અનુષા પરંપરાગત શૈલીમાં તેના વાળમાં ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળી સાડી, ભારે ઘરેણાં અને ગજરા પહેરેલી જોઈ શકાય છે.

રિસેપ્શન પાર્ટી: મળતી માહિતી મુજબ તેઓ ઈન્ડસ્ટ્રીના મિત્રો પરિવાર માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. બીજી તરફ અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો નાગા તાજેતરમાં જ 'કૃષ્ણ વૃંદા વિહારી'માં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે એક એક્શન એન્ટરટેઈનર 'રંગબલી'માં જોવા મળશે. જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details