હૈદરાબાદઃ સાઉથ એક્ટર નાગા ચૈતન્ય ફરી એકવાર સમાચારમાં આવ્યા છે. અભિનેતાએ તારીખ 23 નવેમ્બરે તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો છે. આ અવસર પર અભિનેતાને ચાહકો અને પરિવારજનો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા લીધા બાદ નાગા પહેલાથી જ ઘણી હેડલાઈન્સ બનાવી ચૂક્યા છે. સામંથાથી છૂટાછેડા બાદ ચૈતન્યનું નામ સાઉથની અભિનેત્રી શોભિતા ધુલીપાલા (Naga Chaitanya and Sobhita Dhulipala) સાથે ચર્ચામાં છે. હવે તાજા સમાચાર મુજબ નાગા અને શોભિતાની એક તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી (Naga Chaitanya photo viral) છે. યુઝર્સમાં એવી ચર્ચા છે કે, નાગાએ તેમનો જન્મદિવસ વિદેશમાં અફવાવાળી ગર્લફ્રેન્ડ શોભિતા સાથે સેલિબ્રેટ કર્યો છે. આવો જાણીએ આ તસવીર પાછળની સમગ્ર વાસ્તવિકતા શું છે ?
ચાહકો આશ્ચર્યચકિત છે:સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી નાગા અને શોભિતાની તસવીરને લઈને યુઝર્સમાં ફફડાટ છે કે, શું બંનેએ તેમનો જન્મદિવસ એકસાથે સેલિબ્રેટ કર્યો છે. નાગાના ચાહકો આશ્ચર્ય પામી રહ્યા છે કે, નાગા અને શોભિતા વેકેશનમાં ક્યાં ફરે છે. અગાઉ નાગાના ચાહકો ચોંકી ગયા હતા અને જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર પત્ની સામંથાથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. હવે કેટલાક યૂઝર્સ એવા પણ છે, જેમણે નાગા અને શોભિતાની વાયરલ થઈ રહેલી નવી તસવીરની સત્યતાનો પર્દાફાશ કર્યો છે.