હૈદરાબાદ: કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા ડ્રગ્સના કેસમાં (Bharti Singh and Haarsh Limbachiyaa Drugs Case) મુશ્કેલીમાં મુકાયા છે. NCBએ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ (Charge sheet filed against Bharti Singh) કરી છે. જણાવી દઈએ કે જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગના મામલા સામે આવ્યા હતા. જેમાં NCBએ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની ધરપકડ કરી હતી. જો કે હાલ બંને જામીન પર બહાર છે.
ડ્રગ કેસઃ ભારતી સિંહ અને હર્ષ વિરુદ્ધ 200 પાનાની ચાર્જશીટ દાખલ - Sushant Singh Rajput suicide
Drugs Case:પોતાની શાનદાર કોમેડીથી બધાને હસાવનાર ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા મુશ્કેલીમાં મુકાયા છે. હકીકતમાં, ડ્રગ્સ કેસમાં (Bharti Singh and Haarsh Limbachiyaa Drugs Case) ભારતી અને હર્ષ વિરુદ્ધ 200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

ભારતી-હર્ષ સામે ચાર્જશીટ દાખલ: તમને યાદ અપાવીએ કે વર્ષ 2020માં આ ડ્રગ કેસના સમાચાર ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફેલાયા હતા. જ્યારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરને NCBએ પૂછપરછ માટે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. તે જ સમયે NCBએ સૂચના મળ્યા બાદ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાના ઘરે દરોડા પાડ્યા હતા.
શું થશે ધરપકડ: NCBના દરોડામાં તપાસ એજન્સીએ આ કપલના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. બંનેની ધરપકડ કરીને પૂછપરછ માટે NCB દ્વારા તેમની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. અહીં હર્ષ અને ભારતીએ ગાંજો લીધાની કબૂલાત કરી હતી, ત્યારપછી તેમને 15,000 રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યા હતા, ત્યારથી બંને બહાર છે. જો કે બે વર્ષ બાદ આ ચાર્જશીટમાં શું છે અને તેના માથા પર ફરી એકવાર ધરપકડની તલવાર લટકી રહી છે કે કેમ તે હજુ સામે આવવાનું બાકી છે.