ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Anant Radhika Engagement: પુત્ર અનંત અંબાણીની સગાઈ પર મુકેશ અંબાણીએ મનમુકીને કર્યો ડાન્સ, જુઓ વીડિયો - undefined

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 19 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, મોટો દીકરો આકાશ અને તેમની પત્ની શ્લોકા મહેતા, દીકરી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ સ્ટેજ પર હિન્દી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. જુઓ વિડિયો...

Anant Radhika Engagement: પુત્ર અનંત અંબાણીની સગાઈ પર મુકેશ અંબાણીએ મનમુકીને કર્યો ડાન્સ, જુઓ વીડિયો
Anant Radhika Engagement: પુત્ર અનંત અંબાણીની સગાઈ પર મુકેશ અંબાણીએ મનમુકીને કર્યો ડાન્સ, જુઓ વીડિયો

By

Published : Jan 20, 2023, 1:08 PM IST

મુંબઈ:મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગુરુવાર, 19 જાન્યુઆરીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. સગાઈ સમારોહ મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે યોજાયો હતો, જેમાં ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. સગાઈ સમારોહમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સારા અલી ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, અક્ષય કુમાર, કરણ જોહર અને વરુણ ધવન સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

Anant Radhika Engagement: પુત્ર અનંત અંબાણીની સગાઈ પર મુકેશ અંબાણીએ મનમુકીને કર્યો ડાન્સ, જુઓ વીડિયો

આ પણ વાંચો:Rakhi Sawant Came Out Police Station: 6 કલાકની પૂછપરછ પછી રાખી આપી આવી પ્રતિક્રિયા

સગાઈ દરમિયાન અંબાણી પરિવારે પણ સારો ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, મોટો પુત્ર આકાશ અને તેની પત્ની શ્લોકા મહેતા, પુત્રી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ સ્ટેજ પર હિન્દી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. અંબાણી પરિવારના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાથી દુર રહેતા મુકેશ અંબાણીએ પોતાના પુત્રની સગાઈ પર મન મુકીને ડાન્સ કર્યો હતો. નિતા અંબાણીની સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

જણાવી દઈએ કે અનંત અનેરાધિકા એકબીજાને ઘણા સમયથી ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારની લગભગ દરેક ઈવેન્ટમાં જોવા મળે છે. જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈથી કર્યું છે. આ પછી રાધિકાએ ન્યૂયોર્કમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ પહેલા 29 ડિસેમ્બરે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની રોકા સેરેમની યોજાઈ હતી. આ કાર્યક્રમ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદુઆરા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાયો હતો. રાધિકા મર્ચન્ટ એક પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર છે. આ પણ વાંચો:BAFTA Awards 2023: હિન્દી ડોક્યુમેન્ટ્રી 'ઓલ ધેટ બ્રેથ્સ'ને મળ્યું નોમિનેશન મળ્યું, 'RRR' રેસમાંથી બહાર

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત વિશે વાત કરીએ તો, તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તે રિલાયન્સના જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સાથે સંકળાયેલો છે. અનંત હાલમાં રિલાયન્સના એનર્જી બિઝનેસના વડા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details