ગુજરાત

gujarat

By

Published : Feb 11, 2023, 5:05 PM IST

ETV Bharat / entertainment

Tum Raho song launch: MSF પ્રોડક્શન્સ અને કોર્ટયાર્ડ મેરિયોટ વડોદરા દ્વારા વેલેન્ટાઈન ગીત “તુમ રહો” લોન્ચ

‘તુમ રહો’ ગીત મોહમ્મદ ઈરફાને એક નવું રોમેન્ટિક ગીત રજૂ કર્યું છે. જે તાજેતરમાં MSF પ્રોડક્શન્સ દ્વારા પ્રકાશિત થયું છે. તર્જની હિરાણી અને સમીપ ખરાડીએ આ ગીત કમ્પોઝ કર્યું હતું. સંગીત મીત વ્યાસે આપ્યું છે. આ દરમિયાન મોહમ્મદ ઈરફાને તેમના દ્વારા ગવામાં આવેલા ગીતને જે લોકોએ પ્રેમ આપ્યો છે, એટલો જ પ્રેમ આ ગીતને પણ મળે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Tum Raho song launch: MSF પ્રોડક્શન્સ અને કોર્ટયાર્ડ મેરિયોટ વડોદરા દ્વારા વેલેન્ટાઈન ગીત “તુમ રહો” લોન્ચ
Tum Raho song launch: MSF પ્રોડક્શન્સ અને કોર્ટયાર્ડ મેરિયોટ વડોદરા દ્વારા વેલેન્ટાઈન ગીત “તુમ રહો” લોન્ચ

વડોદરા:MSF પ્રોડકશન અને કોટયાર્ડે મોહમ્મદ ઈરફાન અને ડૉ.નેત્રા શાહ અભિનીત તેનું પ્રથમ ગીત “તુમ રહો” લોન્ચ કર્યું છે. આ ગીત વડોદરાના મિલન જયસ્વાલ અને જીલ જયસ્વાલ દ્વારા નિર્મિત છે. આ વીડિયો સોંગ MSF પ્રોડક્શન્સ ઈન્ડિયા યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવશે. તર્જની હિરાણી અને સમીપ ખરાડીએ આ ગીત કમ્પોઝ કર્યું હતું. સંગીત મીત વ્યાસે આપ્યું છે. આ સુંદર રચનાને મોહમ્મદ ઈરફાને પોતાનો અવાજ આપ્યો છે.

Tum Raho song launch: MSF પ્રોડક્શન્સ અને કોર્ટયાર્ડ મેરિયોટ વડોદરા દ્વારા વેલેન્ટાઈન ગીત “તુમ રહો” લોન્ચ

આ પણ વાંચો:Sid Kiara Reception: સોશિયલ મીડિયા પર શેર થયું સિદ્ધાર્થ કિયારાનું કાર્ડ, તમે જોયું?

યુવા કલાકારોની ભરમાર:ડૉ.નેત્રા શાહે મ્યુઝિક વિડિયોમાં અસાધારણ અભિનય કર્યો છે. માનવ પટેલે આ મ્યુઝિક વીડિયોને ડિરેક્ટ કર્યો છે. રચિત દેસાઈ અને ઈશાન ઠક્કર સાથે મળીને વડોદરાની પ્રતિભાને વિશ્વની સામે રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી. MSF વડોદરા શહેરના યુવા કલાકારો અને પ્રતિભાઓના જૂથ દ્વારા ચલાવવામાં આવે છે. વડોદરાના લોકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને યુવા કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને મીડિયા અને એન્ટરટેઈનમેન્ટના ક્ષેત્રમાં આગળ વધારવા માટે તેમનો મુખ્ય ટેકો દર્શાવ્યો હતો.
દરેક વયના લોકો નિહાળી શકે તેવું ગીત:‘તુમ રહો’ ગીત મોહમ્મદ ઈરફાન અને ડો. નેત્રા શાહે એક નવું રોમેન્ટિક ગીત રજૂ કર્યું છે. જે તાજેતરમાં MSF પ્રોડક્શન્સ દ્વારા પ્રકાશિત થયું છે. આ વર્ષનું વેલેન્ટાઈન વીક ‘તુમ રહો’ સુંદર ગીત છે. સાથે તે પ્રેમ અને લાગણીથી ભરેલું છે. આ ગીત દરેક વયના દર્શકો માટે બનાવવામાં આવ્યું છે. લાંબા સમય પછી લોકો મૂળ રચના અને સંગીત દ્વારા પ્રેમનો અનુભવ કરશે. આનાથી વડોદરાના લોકો વર્લ્ડ ક્લાસ લેવલના પ્રોજેક્ટ હાથ ધરવાની ક્ષમતા સાબિત કરશે.

MSF પ્રોડક્શન્સ અને કોર્ટયાર્ડ મેરિયોટ વડોદરા દ્વારા વેલેન્ટાઈન ગીત “તુમ રહો” લોન્ચ

આ પણ વાંચો:Nawazuddin Siddiqui Controversies: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ પતિ પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો

મોહમ્મદ ઈરફાનનું પ્રથમ ગીત લોન્ચ: બોલિવૂડના સિંગર મોહમ્મદ ઈરફાને કહ્યું છે કે,''આ સોન્ગ આપણા શહેર વડોદરામાં બન્યું છે. આ ગીતની ટીમ વડોદરાની છે. મ્યુઝિક ડિરેક્ટર-પડ્યુસર-વિડિઓ ડિરેક્ટર બધા વડોદરાના છે. હું એકલો મુંબઈ થી છુ. તો અહીંયાના જેટલા ટીમ મેંમ્બર છે એ બધા બહુ સારા છે. મને ઘણો પ્રેમ આપ્યો છે અને વેલકમ કર્યું તો બહુ સારું ગીત બનીને આવ્યું છે અને આ ગીત બધા લોકોને પસંદ આવશે. તુમ રહો આ મારુ નવું ગીત છે. મહંમદ ઈરફાનનું તો તમે સાંભળો અને વિડિઓમાં ફીચર પણ છે મહમદ ઈરફાનનું. પહેલી વાર કોસીશ કરી છે નવું કરવાની તમને પસંદ આવશે. મારા જેટલા સોન્ગ છે, લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. આજે મારુ પૂરું ધ્યાન તુમ રહો મારા નવા સોન્ગ પર છે અને હું ચાહું છુ કે, જેટલો પ્રેમ મારા જુના સોન્ગ ને મળ્યો છે, જે મેં ફિલ્મમાં ગયા છે, એટલો જ પ્રેમ આ નવા સોન્ગ 'મળે જો તુમ રહો' ને મળે.''

ABOUT THE AUTHOR

...view details