ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Mrunal Thakur Cannes Debut: એક્ટ્રેસ મૃણાલ ઠાકુર કાન્સમાં ડેબ્યૂ કરશે, કહ્યું- 'હું ખૂબ જ ઉત્સાહિત છું' - કાન ફિલ્મ ફેસ્ટિવલ 2023

સારા અલી ખાન, મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર અને અનુષ્કા શર્મા બાદ હવે મૃણાલ ઠાકુર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મૃણાલ ઠાકુર પ્રથમ વખત કાન્સ ડેબ્યુ કરશે, જેને લઈ અભિનેત્રી ખુબજ ઉત્સાહિત છે. આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ તારીખ 16 મે થી 27 મે સુધી ફ્રાન્સ યોજાઈ રહ્યો છે.

એક્ટ્રેસ મૃણાલ ઠાકુર કાન્સમાં ડેબ્યૂ કરશે, કહ્યું- મારી નજર હોલીવુડની ફિલ્મો પર છે
એક્ટ્રેસ મૃણાલ ઠાકુર કાન્સમાં ડેબ્યૂ કરશે, કહ્યું- મારી નજર હોલીવુડની ફિલ્મો પર છે

By

Published : May 16, 2023, 4:28 PM IST

મુંબઈઃ'સીતા રામમ' જેવી હિટ સાઉથની ફિલ્મ અભિનેત્રી મૃણાલ ઠાકુરના ચાહકો માટે સારા સમાચાર છે. અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2023થી કાન્સ ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી તેના કાન્સ ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સાહિત છે અને નવા કામની શોધમાં છે. આજે તારીખ 16 મેથી ફ્રાન્સના કેન્સ શહેરના ફ્રેન્ચ રિવેરા ખાતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા સારા અલી ખાન, માનુષી છિલ્લર અને ઉર્વશી રૌતેલા કાન્સ માટે રવાના થઈ ચૂક્યા છે. હવે ચાહકો અહીં તેમની અભિનેત્રીની સુંદર ચમકની રાહ જોઈ રહ્યા છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ: આ શો તારીખ 16 મે થી 27 મે સુધી ચાલશે. તેણીના કેન્સ ડેબ્યુ પર મૃણાલે જણાવ્યું હતું કે, “હું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત હાજરી આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ગ્રે ગુઝનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત હશે. જ્યારે હું વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ સાથે જોડાવા માટે આતુર છું, કે મને નવું કામ મળે અને હું મારી પ્રતિભાથી ભારતનું નામ રોશન કરી શકું.

આ પણ વાંચો:

  1. Dia Mirza Sons Birthday: દિયા મિર્ઝાએ પુત્રનો જન્મદિવસ ઉજવ્યો, ક્યૂટ તસવીર શેર કરી
  2. actors biki ride without helmet: બિગ બી, અનુષ્કા શર્મા માટે બાઇક રાઇડ ભારે પડી, પોલીસ એક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે
  3. TMKOC: જેનિફર મિસ્ત્રી બંસીવાલે આસિત મોદીને આપ્યો મોટો પડકાર, અભિનેત્રીનો વીડિયો આવ્યો સામે

મૃણાલન ઠાકુરનો વર્કફ્રન્ટ:વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફીમાં જોવા મળી હતી. આમાં તેણે ડાન્સ નંબર કર્યો હતો. અભિનેત્રીની આગામી ફિલ્મ ગુમરાહ છે, જેમાં તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે, આ ફિલ્મ તમિલ હિટ ફિલ્મ થડમની હિન્દી રિમેક છે. ગુમરાહ ફિલ્મ 7 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details