ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

ફિલ્મ ઈમર્જન્સીનું ટીઝર રિલીઝ, જૂઓ કંગનાનો ફસ્ટ લુક - 25 જૂન 2022 ઈમરજન્સીની વર્ષગાંઠ

'ધાકડ' અભિનેત્રી કંગના રનૌત હવે ફિલ્મ 'ઇમરજન્સી' પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. (Movie Emergency Teaser Released) આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

ફિલ્મ ઈમર્જન્સીનું ટીઝર રિલીઝ, જૂઓ કંગનાનો ફસ્ટ લુક
ફિલ્મ ઈમર્જન્સીનું ટીઝર રિલીઝ, જૂઓ કંગનાનો ફસ્ટ લુક

By

Published : Jul 14, 2022, 11:57 AM IST

Updated : Jul 23, 2022, 12:37 PM IST

હૈદરાબાદ: 'ઇમરજન્સી' ફિલ્મની અભિનેત્રી હોવાની સાથે કંગના ફિલ્મની નિર્દેશક અને નિર્માતા પણ છે. આ ફિલ્મ તેની પ્રોડક્શન કંપની મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. કંગના રનૌતનો આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. અભિનેત્રી કંગના રનૌતે તેની આગામી ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટીઝર રિલીઝ (Movie Emergency Teaser Released) કર્યું છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટર અને ટીઝર રિલીઝ કર્યું. પોસ્ટરમાં, તેણી હાથમાં ચશ્મા પકડીને ઊંડા વિચારોમાં ડૂબેલી જોવા મળે છે. જ્યારે ટીઝરની શરૂઆત વોશિંગ્ટન ડીટીના કોલથી થાય છે.

આ પણ વાંચો:આ અભિનેત્રીની સાદગી જોઈ તમે પણ ફિદા થઈ જશો, જૂઓ વીડિયો

ઈન્દિરા ગાંધીના લુકમાં જોવા મળી કંગના:જેમાં તેના પીએ તેને કહે છે કે 'અમેરિકાના રાષ્ટ્રપતિએ પૂછ્યું છે કે શું તે તેણીને મેડમ કહી શકે છે'. જેના પર અભિનેત્રીએ જવાબ આપ્યો- 'ઠીક છે, પરંતુ તેમને કહો કે મારી ઓફિસમાં બધા મને સર કહે છે.' કંગનાના લુકના દરેક જગ્યાએ ખૂબ વખાણ થઈ રહ્યા છે. તે જ સમયે, લોકો ટીઝરમાં તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમને જોઈને લોકોને ભારતના પ્રથમ વડાપ્રધાન ઈન્દિરાજી યાદ આવી ગયા. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'તે જેને સર કહેતી હતી તે અહીં છે.' થોડી જ મિનિટોમાં, પોસ્ટને એક લાખથી વધુ લાઈક્સ અને વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો:જાણો NCPએ રિયા ચક્રવર્તી પર કેમ ચાર્જશીટ ફાઈલ કરી

આ ફિલ્મની જાહેરાત 25 જૂને કરવામાં આવી હતી: અભિનેત્રીએ 25 જૂન, 2022ના રોજ ઈમરજન્સીની વર્ષગાંઠના અવસર પર તેની ઈન્સ્ટા સ્ટોરી પર અખબારની ક્લિપ શેર કરી હતી. કંગનાએ ક્લિપિંગ સાથે લખ્યું- 'તે વિશ્વના ઇતિહાસની સૌથી નાટકીય ઘટનાઓમાંની એક હતી. આ દિવસે દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. કયા કારણોસર અને શા માટે થયું, કેન્દ્રમાં વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા હતી. આ ઘટના પોતે જ ભવ્ય સ્કેલ પર એક મહાકાવ્ય ફિલ્મને પાત્ર છે. આવતા વર્ષે થિયેટરમાં મળીશું. વર્કફ્રન્ટની વાત કરીએ તો 'ઇમરજન્સી' સિવાય કંગના ફિલ્મ 'તેજસ'માં પણ જોવા મળશે.

Last Updated : Jul 23, 2022, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details