ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ileana DCruz: ઈલિયાના ડી ક્રૂઝ ટૂંક સમયમાં માતા બનશે, અભિનેત્રીએ જીવનસાથીની ઝલક બતાવી - ઇલિયાના ડીક્રુઝ તાજેતરના સમાચાર

ઈલિયાના ડિ ક્રૂઝ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. પરંતુ અભિનેત્રીએ હજુ સુધી તેમના જીવસાથી વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપી ન હતી. અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તવસીર શેર કરીને ચાહકોને અપડેટ આપી છે. તસવીરમાં કોણ છે ? તે જાણવા માટે આગળ વાંચો.

ઈલિયાના ડી ક્રૂઝ ટૂંક સમયમાં માતા બનશે, અભિનેત્રી જીવનસાથીની ઝલક બતાવી
ઈલિયાના ડી ક્રૂઝ ટૂંક સમયમાં માતા બનશે, અભિનેત્રી જીવનસાથીની ઝલક બતાવી

By

Published : Jul 17, 2023, 10:33 AM IST

હૈદરાબાદ:અભિનેત્રી ઈલિયાના ડિક્રુઝ તેમની પહેલી બાળકીનું સ્વાગત કરવા માટે તૈયાર છે. અભિનેત્રીએ પોતાના જીવનની વિશેષ મહત્ત્વ ધરાવતી વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી અને આવનારા બાળકના પિતાની ઓળખ ઘણા સમયથી ગુપ્ત રાખી છે. પરંતુ આજે અભિનેત્રીએ તેમના રહસ્યમય ચેહરાને સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો છે.

ઈલિયાના ડી ક્રૂઝ ટૂંક સમયમાં માતા બનશે, અભિનેત્રીએ જીવનસાથીની ઝલક બતાવી

જીવન સાથીનું નામ: સોમવારે ઈલિયાનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ત્રણ તસવીરનો કોલાજ શેર કર્યો છે. જેમાં અભિનેત્રી ખુશીથી ચમકતી જોવા મળે છે. પરંતુ હજુ સુંધી તેમણે પોતાના જીવનસાથીનું નામ જાહેર કર્યું નથી. અભિનેત્રીએ 'ડેટ નાઈટી' લખીને તસવીર શેર કરી છે. ઈલિયાના કથિત રીતે કેટરીના કેફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરતી હતી. પરંતુ અભિનેત્રીની તાજેતરની તસવીર આ બધી અટકળો પર વિરામ મુકે છે.

સોશિયલ મીડિયા કનેક્ટ: તાજેતરની શેર કરેલી તસવીરમાં સેબેસ્ટિયન નથી. ઇલિયના ઘણા સમયથી પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. અભિનેત્રી નિયમિત રીતે પોતાની પ્રેગ્નેન્સીની ઝલક સાથે પોતાની લાગણી સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. બાળકના પ્રથમ ધબકારા સાંભળવાથી લઈને પ્રેગ્નેન્સી દરમિયાન થાક અનુભવવા સુધી તેમની સ્થિતિ અંગે ચાહકો સાથે અપડેટ સતત શેર કરતી રહે છે.

અભિનેત્રીના લગ્ન વિશે: અગાઉ ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર અસ્પષ્ટ તસવીર શેર કરી છે. તેમના ચાહકો સાથે તેમના બેબીમૂનની ઝલક પણ આપી હતી. 36 વર્ષીય અભિનેત્રીએ અગાઉ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રયુ નીબોન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા વર્ષોમાં બન્ને અલગ થઈ ગયા હતા. વર્ષ 2019માં ઈલિયાનાએ પરિસ્થિતનો સામનો કેવી રીતે કર્યો તે વિશે પણ વાત કરી હતી.

  1. Karan And Tejasswi: શનિ મુક્તેશ્વર મંદિરમાં કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે પૂજા કરી, જુઓ વીડિયો
  2. Khatron Ke Khiladi: ખતરોં કે ખિલાડી સિઝન 13 પ્રિમિયર હાઈલાઈટ્સ, શીઝાન ખાને કર્યો ખુલાસો
  3. Hbd Katrina Kaif: વિકી કૌશલના ભાઈએ કેટરીના કેફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ તસવીર

ABOUT THE AUTHOR

...view details