ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ishita Dutta: ઈશિતા દત્તાએ આપ્યા ખુશીના સમાચાર, ટુંક સમયમાં માતા બનશે - ઈશિતા દત્તા માતા બનશે

ફિલ્મ 'દ્રશ્યમ'માં અજય દેવગનની પુત્રીનો રોલ કરનાર અભિનેત્રી ઈશિતા દત્તા થોડા જ દિવસોમાં માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું છે. ઈશીતા દત્તા અને વસ્તલ આ બન્ને અજય દેવગનના ઓનસ્ક્રીન પુત્ર અને પુત્રી છે.

ઈશિતા દત્તાએ આપ્યા ખુશીના સમાચાર, ટુંક સમયમાં માતા બનશે
ઈશિતા દત્તાએ આપ્યા ખુશીના સમાચાર, ટુંક સમયમાં માતા બનશે

By

Published : Jun 6, 2023, 5:03 PM IST

Updated : Jun 6, 2023, 5:17 PM IST

મુંબઈઃછેલ્લા બે વર્ષથી બી-ટાઉન અને ટીવી જગતમાં એક જ હોબાળો ચાલી રહ્યો છે. ઘણી અભિનેત્રીઓ માતા બની છે અને ઘણી અભિનેત્રીઓ આ વર્ષે માતા બનવા જઈ રહી છે. આજે એટલે કે તારીખ 6 જૂને બોલિવૂડની પાવરફુલ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો છે. આ દરમિયાન કહ્યું છે કે, તે ઓક્ટોબર 2023માં માતા બનવા જઈ રહી છે.

તસવીર કરી શેર: બોલિવૂડની એક સુંદર અભિનેત્રી ઇશિતા દત્તા પણ ગર્ભવતી છે. આ અભિનેત્રી થોડા દિવસોમાં તે તેના ચાહકોને ખુશખબર આપશે. અભિનેત્રીએ તેની નવીનતમ પોસ્ટથી ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. ઈશિતાની આ પોસ્ટ દર્શાવે છે કે, તે આ અઠવાડિયાની અંદર તેના પહેલા બાળકને જન્મ આપશે. ઈશિતાએ ગઈકાલે રાત્રે તેમની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ કરી છે.

અભિનેત્રી માતા બનશે: અભિનેત્રીએ પોસ્ટમાં તસવીર શેર કરતા ઈશિતાએ લખ્યું, 'જલદી આવી રહ્યું છે'. એટલે કે અભિનેત્રી બહુ જલ્દી માતા બનવા જઈ રહી છે. ઈશિતા અને તેના એક્ટર પતિ વત્સલ સેઠ તેમના પહેલા બાળક વિશે ખૂબ જ ઉત્સાહિત છે અને તેમના ફેન્સને સમયાંતરે અપડેટ કરતા રહે છે. વર્ષ 2017માં લગ્ન કર્યાના 6 વર્ષ બાદ પ્રથમ કિલકારી દંપતીના ઘરમાં ગુંજવા જઈ રહી છે.

વર્કફ્રન્ટ: ઈશિતા અને વત્સલ બંને અજય દેવગનના ઓનસ્ક્રીન પુત્રી-પુત્ર છે. વત્સલ ફિલ્મ 'ટારઝન ધ વન્ડર કાર'માં અજય દેવગનના પુત્રની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સાથે જ વત્સલ હવે માત્ર પસંદગીની ફિલ્મોમાં જ જોવા મળે છે. અહીં, ઇશિતા છેલ્લે અજય દેવગન અને શ્રિયા સરન અભિનીત લોકપ્રિય ફિલ્મ 'દ્રશ્યમ 2' માં જોવા મળી હતી. આ ફિલ્મ તારીખ 18 નવેમ્બર 2022ના રોજ રીલિઝ થઈ હતી.

  1. Sunil Dutt Birth Anniversary: પિતાની જન્મજયંતિ પર સંજય દત્ત-પ્રિયા દત્તે પાઠવી શુભેચ્છા, તસવીર કરી શેર
  2. Lust Stories 2 Teaser: 'લસ્ટ સ્ટોરીઝ-2'માં તમન્ના ભાટિયા અને વિજય વર્માનો રોમાન્સ, ટીઝર રિલીઝ
  3. Adipurush: 'આદિપુરુષ'ના મેકર્સેની મોટી જાહેરાત, ભગવાન હનુમાન માટે દરેક થિયેટરમાં 1 સીટ અનામત રાખવી
Last Updated : Jun 6, 2023, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details