નવી દિલ્લી: તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ 'પઠાણ' જમ્મુ અને કાશ્મિરમાં શ્રીનગરનાં થિયેટરોમાં ધુમ મચાવી રહી છે. આ પ્રથમ વખત બન્યું જ્યારે 'પઠાણ' ફિલ્મ રિલીઝ થઈ છે. હાલ 'પઠાણ'ના ચાહકો માટે આવ્યા છે ખૂશીના સમાચાર. કારણ કે, 'પઠાણ' ફિલ્મના વખાણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કર્યા છે. જેને લઈ શાહરુખ ખાનના ચાહકો ખૂશીથી નાચી ઉઠ્યાં છે. આવો જાણીએ PM મોદીએ સંસદમાં 'પઠાણ' ફિલ્મ વિશે શું કહ્યું.
આ પણ વાંચો:The Black Tiger: અનુરાગ બાસુ ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિક પર બાયોપિકનું કરશે નિર્દેશન
મોદીએ સંસદમાં પઠાણના કર્યા વખાણ: 25 તારીખે રિલીઝ થયેલી શાહરુખની ફિલ્મે ઈતિહાસ રચ્યો છે. આખરે શાહરૂખ ખાને પોતાનું ડૂબતું સ્ટારડમ બચાવી લીધું છે. ફિલ્મ પઠાણે વિશ્વભરમાં 850 કરોડ રૂપિયાની કમાણી કરીને શાહરૂખ ખાન અને બોલિવૂડની શરમ બચાવી છે. હવે ચારેબાજુ માત્ર 'પઠાણ' ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે. ગત રોજ સંસદમાં પણ પઠાણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવી વાત કહી છે, જેનો આડકતરો સંબંધ ફિલ્મ 'પઠાણ' સાથે છે. પીએમ મોદીના આટલું કહેવાથી શાહરૂખ ખાનના ચાહકોમાં ખુશીની લહેર છે.