હૈદરાબાદઃપાકિસ્તાનના સાંસદ (Death of a Pakistani MP) અને જાણીતા ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસૈનનું નિધન (MNA aamir liaquat passes away) થયું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આમિર લિયાકત હુસૈન કરાચીમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. આમિર લિયાકત હુસૈન 49 વર્ષના હતા. આમિર લિયાકત ત્રીજા લગ્ન અને છૂટાછેડા બાદ ચર્ચામાં હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ'ના સાંસદ અમીર લિયાકત પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકાર બન્યા બાદ પીટીઆઈ નેતાઓથી દૂર થઈ ગયા હતા.
આ પણ વાંચો:દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, લૉરેન્સ બિશ્નોઈ છે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ
હોસ્પિટલમાં જવાની ના પાડી: જીઓ ન્યૂઝ અનુસાર, આમિર ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આમિરને ગઈ રાતથી જ તકલીફ અને બેચેની થઈ રહી હતી, પરંતુ તેણે રાત્રે હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી.
રૂમમાંથી બૂમો પાડવાના અવાજો આવી રહ્યા હતા: મીડિયા અનુસાર, કર્મચારી જાવેદે જણાવ્યું કે સવારે આમિરના રૂમમાંથી બૂમો પાડવાના અવાજો આવી રહ્યા હતા. જ્યારે આમિર તરફથી કોઈ જવાબ ન મળ્યો તો તમામ કર્મચારીઓ દરવાજો તોડી અંદર ગયા હતા.