મુંબઈઃ પંજાબની બ્યુટી ક્વીન કહેવાતી હરનાઝ સંધુએ 2021માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. તે સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. ગ્લેમરની દુનિયામાંથી ફિલ્મની દુનિયામાં પગ મૂકનાર હરનાઝ સંધુએ તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીર પોસ્ટ કરીને ચાહકોને ગાંડા કર્યા છે. આ તસવીરમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળશે. જે એના પર સેક્સી લાગી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી આ તસવીરો જોઈને તેના ફેન્સ અને ફોલોઅર્સ જુદી જુદી કોમેન્ટ કરી રહ્યા છે. તેની તસવીરો પર 1200થી વધુ કમેન્ટ આવી ચૂકી છે.
આ પણ વાંચો:SAMEER KHAKHAR PASSES AWAY : પીઢ અભિનેતા સમીર ખાખરનું નિધન, શાહરૂખ ખાન સાથે પણ કામ કર્યુ હતું
વધતું વજન ચિંતાનું કારણ: 2021માં મિસ યુનિવર્સ બનેલી હરનાઝ સંધુ સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરો માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેની અલગ-અલગ આકર્ષક સ્ટાઈલની તસવીરો દરેકને જોવા અને ટિપ્પણી કરવા મજબૂર કરે છે. એક સમય એવો હતો જ્યારે હરનાઝ સંધુનું વધતું વજન તેના માટે ચિંતાનું કારણ બની રહ્યું હતું. તેણે પોતાના વજન અને શરીરને લઈને ઘણી વખત ટ્રોલર્સને જવાબો આપ્યા છે. લોકોને માહિતી આપતા ઇન્સ્ટાગ્રામ પર તેણે જણાવ્યું હતું કે તેને સેલિયાક રોગ છે, જેમાં ગ્લુટેન સેન્સિટિવિટી આ બીમારીનું કારણ બને છે. આ રોગ તે લોકોને થાય છે જે ઘઉં, જવ અને રાઈનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો:Mumbai Local Train Kohli Dance : મુંબઈ લોકલ ટ્રેનમાં વિરાટ કોહલીનો ડાન્સ કરતો વિડીયો વાયરલ
મિસ યુનિવર્સનો તાજ જીત્યો: હરનાઝ કૌર સંધુએ 13 ડિસેમ્બર 2021ના રોજ ઈઝરાયેલ દેશમાં યોજાયેલી મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. હરનાઝ કૌર સંધુએ 2019 અને 2021 વચ્ચે ઘણા ખિતાબ જીત્યા. સંધુએ ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ 2019 પછી મિસ દિવા યુનિવર્સ 2021 અને પછી મિસ યુનિવર્સ 2021 નો ખિતાબ જીતીને ગ્લેમરની દુનિયામાં હલચલ મચાવી છે.