મુંબઈઃ પંજાબી સિંગર મીકા સિંહે બુધવારે કતારના દોહા એરપોર્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પંજાબી સિંગરે જણાવ્યું છે કે, તેણે લક્ઝરી લૂઈસ વિટનના આઉટલેટમાં ખરીદી કરતી વખતે ઈન્ડિયન કરેન્સીનો ઉપયોગ કર્યો છે. આ જાણીને તે ખૂબ જ ખુશ થયો. આ માહિતી આપતાં મીકા સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામ કરી અને ઈન્ડિયન કરેન્સીને 'આંતરરાષ્ટ્રીયકરણ' કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો:Satish Kaushik Birthday: સતીશ કૌશિકની જન્મ જયંતિ, જાણો અભિનેતાની હત્યાનું કારણ શું છે ?
મીકા સિંહે PM મોદીનો માન્યો આભાર: વાસ્તવમાં મીકા સિંહે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 'ગુડ મોર્નિંગ, દોહા એરપોર્ટ પર લુઈસ વિટન સ્ટોરમાં ખરીદી કરતી વખતે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરીને મને ખૂબ ગર્વની લાગણી થઈ. કોઈપણ રેસ્ટોરન્ટમાં તમે રૂપિયાનો ઉપયોગ કરી શકો છો. તે આશ્ચર્યજનક નથી ? અમને પોતાના પૈસાનો ડોલરની જેમ ઉપયોગ કરવા સક્ષમ બનાવવા બદલ PM નરેન્દ્ર મોદીનો આભાર. સલામ.