ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Jawan Twitter Case: શાહરુખ ખાનની 'જવાન'ની વીડિયો ક્લિપ ટ્વિટર પર થઈ વાયરલ, પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ - જવાન ફિલ્મ ટ્વિટર પર વાયરલ

બોલિવડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેઘરોમાં તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મને મોટા પડદા પર આવવા માટે એક મહિના કરતા પણ ઓછો સમય છે. ત્યારે ફિલ્મ 'જવાન'ની વીડિયો ક્લિપની ચોરી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

શાહરુખ ખાનની 'જવાન' ફિલ્મ ટ્વિટર પર થઈ વાયરલ, પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
શાહરુખ ખાનની 'જવાન' ફિલ્મ ટ્વિટર પર થઈ વાયરલ, પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ

By

Published : Aug 13, 2023, 4:06 PM IST

મુંબઈ:બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ડરટેઈનમેન્ટે તેમની આગામી ફિલ્મ 'જવાન'ની વીડિયો ક્લિપ ચોરી થઈ છે. આ ક્લિપ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. શેર કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પ્રદીપ નિમાનીએ સન્તાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પહેલા ફિરાયદ નોંધાવી હતી, ત્યાર પછી કેસ નોંધાવ્યો હતો.

જવાનની ક્લિપ્સ ટ્વિટર પર થઈ વાયરલ:આ તમામ કોપીરાઈટનું ઉલ્લંઘન છે. રિડે ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે શૂટ દરમિયાન મોબાઈલ ફોન અને રેકોર્ડિગ ડિવાઈઝોને શૂટિંગ સ્થળ પર લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમ છતાં ફરિયાદીઓના જણાવ્યા મુજબ, અજાણ્યા વ્યક્તિ દ્વારા કેટલાક વિઝ્યુઅલ શોટ્સ પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમનો હેતુ કંપની અને ફિલ્મને નુક્સાન પહોંચાડવાનો હતો. રેડ ચિલીઝ એન્ટરટેઈનેમેન્ટના જણાવ્યા અનુસાર, ફિલ્મ 'જવાન'ની ક્લિપ્સ પાંચ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. તદુપરાંત આ ટ્વિટર હેન્ડલ્સને કાનૂની નોટિસ પણ મોકલાવામાં આવી હતી.

અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાયો: અભિનેતા શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ની ક્લિપ્સ ફિલ્મની રિલીઝ પહેલા ટ્વિટર પર વાયરલ થઈ ગઈ છે. આ સંર્ભે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ફરિયાદ નોંદાવી છે. તારીખ 10 ઓગસ્ટના રોજ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

જાણો પોલીસ નિરક્ષકે શું કહ્યું: સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રાજેન્દ્ર કેને માહિતી આપી હતી કે, સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ભારતીય દંડ સંવિધાનની કલક 379 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની 43વ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન અને ગૌરવ વર્માએ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ, પ્રિયામણી અને સાન્યા મલ્હોત્રા બેવડી ભૂમિકામાં છે.

  1. Vyjayanthimala Birthday: શું આપ જાણો છો હિન્દી સિનેમાની સૌપ્રથમ મહિલા સુપરસ્ટાર વિશે ?
  2. Shashikant Lokhande: અભિનેત્રી અંકિતા લોખંડેના પિતા શશિકાંતનું નિધન, રવિવારે અંતિમ સંસ્કાર કર્યા
  3. Chaleya Teaser: શાહરુખ ખાને 'ચલેયા' ગીતનું ટીઝર રિલીઝ કર્યું, જુઓ નયનતારા સાથે Srkની કેમેસ્ટ્રી

ABOUT THE AUTHOR

...view details