હૈદરાબાદ:એક સમયે મારાઠી અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં રાજ કરવાવાળા અભિનેતાનો મૃત દેહ ભાડાના મકાનમા મળી આવ્યો હતો. જે અભિનેતાનો મૃત દેહ મળ્યો હતો તેમનું નેમા રવિન્દ્ર મહાજની છે. માવલના અંબી ગામમાં બંધ ઘરમાં રવિન્દ્ર માહજનનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે રવીન્દ્ર મહાજનીના ઘરમાંથી દુર્ગંધ આવતા ગામના લોકોએ પુલીસને જાણકારી આપી હતી.
રવિન્દ્ર મહાજનનીનું અવસાન: પાછલા 9 મહિનાથી અભિનેતા આ જ ગામમાં રહેતા હતા. હાલમાં જ તેમણે સર્જરી કરાવી હતી. મળતી માહિતી મુજબ તેઓ સારી રીતે ચાલી શક્તા ન હતા. જ્યારે ગામના લોકોને ઘરમાંથી દુર્ઘંધ આવી રહી હતી. ત્યારે ગામના લોકોએ નજીકના વિસ્તારમાં MIDC પોલીસને જાણકારી આપી હતી. ત્યાર બાદ પોલીસે અભિનેતાનો મૃતદેહ ઘરમાંથી કબજે કર્યો હતો.
અભિનેતાના મૃત્યુનું કારણ: પોલીસની ધારણા એ છે કે, અભિનેતાના મૃત્યુ પહેલા સ્નાન કર્યું હતું. સ્નાના કર્યા પછી તેમણે પોતાના કપડાં પણ બદલી દીધાં હતાં. પરંતુ તેમના મૃત્યું પાછાળના કારણો હજુ સુંધી જાણી શકાયું નથી. અભિનેતાનો મૃત દેહ હાલમાં પોલીસના કબજામાં છે. તલેગાવ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલિસે હજુ સુધી એ નથી જણાવ્યું કે, મૃત્યુ પ્રાકૃતિક છે કે કોઈ અન્ય કારણ સામેલ છે.
રવિન્દ્ર મહાજનીનો જન્મ: રવિન્દ્ર મહાજનીનો જન્મ બેલગામમાં થયો હતો. તેમના પિતા એચઆર મહાજની સમાચાર જગતનો એક જાણીતો ચેહરો હતો. નાનપણમાં જ રવીન્દ્ર તેમના પિતા સાથે મુંબઈ આવી ગયા હતા. રવીન્દ્રનું નાનપણ મુંબઈમાં વિત્યુ હતું. અભિનેતાએ પોતાના જીવન દરમિયાન અનેક સંઘર્ષો કર્યા છે. તેમણે પોતાની આજીવિકા ચલાવવા માટે ટૈક્સી પણ ચલાવી છે. આખરે મધુસૂદન કાલેકરે નાટક 'જનતા અજંતા' માટે બોલાવ્યા હતા, ત્યારથી તેમને નામના મળવાનું શરુ થઈ ગયું હતું.
ફિલ્મ ક્ષેત્રેની સફર: આ પછી રવીન્દ્ર મરાઠી ફિલ્મ 'ઝુઠ'માં એવો અભિનય કર્યો હતો કે, સૌ કોઈ પ્રભાવિત થઈ ગયાં હતાં. ત્યાર પછી તેમને પાછળ ફરીને જોવાની જરુર ન પડી અને ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધતા રહ્યા. 'ગંદાહાલત ગંદાહાલત', હલ્દી કંકુ, લક્ષ્મી જેવા મારાઠી ફિલ્મમાં કામ કર્યુ હતું. તેમણે પોતે ફિલ્મ ઉદ્યોગમમાં સારુ પ્રદર્શન કર્યા બાદ તેમની સાથે પોતાનો દિકરો ગોસ્મિર સાથે પણ સ્ક્રીન શેર કરી હતી.
- Ashutosh Gowariker: આશુતોષ ગોવારિકર અભિનય માટે પાછા ફર્યા, વેબ સિરીઝ 'કાલા પાની'ની જાહેરાત
- Thalapathy Vijay Payilagam: સાઉથના અભિનેતા 'થલાપતી વિજય પાયલગામ' શૈક્ષણિક કેન્દ્ર શરુ કરશે
- Katrina Kaif Birthday: કેટરીના કૈફ વિકી કૌશલ જન્મદિવસની ઉજવણી કરવા બહાર નિકળ્યા, એરપોર્ટ પર જોવ મળ્યું કપલ