ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Mamta Soni: મમતા સોની કાશ્મીરમાં કુદરતી નજારાનો આનંદ માણી રહી છે, જુઓ વીડિયો - કાશ્મીરની મજા માણી રહેલી અભિનેત્રી

ગુજરાતી સુંદર અભિનેત્રીઓમાંથી એક મમતા સોની છે. પોતાના સુંદર દેખાવ અને મધુર અવાજને કારણે લોકોના દિલ પર રાજ કરે છે. 'ખારા પાણીની પ્રિત'ની અભિનેત્રી મમતા સોની હાલ કાશ્મિરમાં સુંદર ક્ષણોની મજા માણી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જુઓ અહિં વીડિયો.

મમતા સોની કાશ્મીરમાં કુદરતી નજારાનો આનંદ માણી રહી છે, જુઓ વીડિયો
મમતા સોની કાશ્મીરમાં કુદરતી નજારાનો આનંદ માણી રહી છે, જુઓ વીડિયો

By

Published : Jul 3, 2023, 3:58 PM IST

Updated : Jul 3, 2023, 4:25 PM IST

અમદાવાદ: મમતા સોની ઘણી વખત પોતાના ફિલ્મને લઈને તો નવા લુકને લઈને ચાર્ચામાં હોય છે. હાલ મમતા સોની ફરી એક વખત ચર્ચામાં આવી છે. મમતા સોની કાશ્મિરના પ્રવાસ પર છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર અને વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં કાશ્મિરના સુંદર દ્રશ્યો જોવા મળે છે. અભિનેત્રી કાશ્મિરમાં સુંદર ક્ષણનો આનંદ માણી રહી છે.

મમતા સોની કાશ્મિરમાં: મમતા સોની વ્હાઈટ ટી-શર્ટમાં સુંદર ખુલ્લા વાળ સાથે ખુબ જ સુંદર જોવા મળે છે. આ સાથે કાશ્મિરની ખીણમાં વહેતી સુંદર નદી, નદીના ઉપર નાનો પુલ જેવા સ્થેળોએ અભિનેત્રી જોવા મળે છે. વીડિયોમાં તેઓ બાળકો સાથે તો ક્યારે પાળેલા કુતરા સાથે જોવા મળે છે. વીડિયોમાં 'રહેના હૈ તેરે દિલમે' સોન્ગની મ્યુઝિક સાંભળવા મળે છે, જે વીડિયોને વધુ સુંદર બનાવે છે.

ચાહકોની પ્રતિક્રિયા: મમતા સોનીની પોસ્ટ જઈ ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે. ચાહકોએ પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું છે કે, 'ઈન્જોય', બીજએ લખ્યું છે, 'ઈન્જોય લાઈફ બેસ્ટ ફ્રેન્ડ', ત્રીજાએ લખ્યું, 'કાશ્મિર એક સ્વર્ગ જેવું છે, જે ખુબજ સુંદર લાગે છે', ચોથાએ લખ્યું છે કે, 'સો બ્યુટિફુલ', અન્યએ લખ્યું છે કે, 'અતિ સુંદર, ખુબ સરસ'.

મમતા સોનીનો વર્કફ્રન્ટ: મમતા સોની એક ભારતીય અભિનેત્રી છે અને તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. મમતા સોનીએ વિક્રમ ઠાકોર જોડે ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ ઉપરાંત મમતા સોની 'નાયિકા દેવી'માં શહસ્ત્રકલા માટે જાણીતી છે. મમતા સોની ફિલ્મ ઉપરાંત મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળે છે. મમતા સોની હાલમાં તારીખ 2 જૂને રિલીઝ થયેલી ફિલ્મ ખારા પાણીની પ્રીતને લઈને ચર્ચામાં છે. મમતા સોની તાજેતરમાં કરવામાં આવેલ ફોટોશૂટ અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

  1. Exclusive : 'ગદર 2' સાથે જોડાયું નાના પાટેકરનું નામ, ફિલ્મમાં આ હંશે રોલ
  2. Bigg Boss Ott 2: આકાંક્ષા પુરીને લિપલોકિંગ કરવું ભારે પડ્યું, 2 અઠવાડિયામાં શો છોડી દીધો
  3. Guru Purnima: કીર્તિદાન ગઢવી ગીતા રબારીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ચાહકોને શુભેચ્છા પાઠવી
Last Updated : Jul 3, 2023, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details