હૈદરાબાદ:સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને મલયાલમ દિગ્ગજ અભિનેતા મામૂટી પર હાલમાં દુ:ખના પહાડનો સામનો કરવો પડી રહ્યો છે. મામૂટીની નાની બહેન અમીનાનું બીમારીના કારણે અસાન થયું છે. 72 વર્ષીય અભિનેતાની બહેન અમીનાએ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. અમીના કાંજીરાપલ્લી પરાયક્કલ પરિવારના સ્વર્ગસ્થ પીએમ સલીમની પત્ની હતી. અમીના નસીમાના નાનથી ઓળખાતી હતી.
Mammootty Sister Death: સાઉથ સુપરસ્ટાર મામૂટીની નાની બહેન અમીનાનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - મામૂટીની બહેન અમીનાનું અવસાન
સાઉથ સુપરસ્ટાર મામૂટીની નાની બહેન અમીનાનું નિધન થયું છે. અભિનેતાની બહેન છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી. મામૂટીના માતાનું નામ ઈસ્માઈલ અને માતાનું નામ ફાતિમા છે. મામૂટી ઈસ્માઈલ ફાતિમા દંપતિનો સૌથી મોટો પુત્ર છે, જ્યારે અમીના એ મામૂટીની નાની બહેન છે.
Published : Sep 12, 2023, 5:31 PM IST
મામૂટીની બહેન અમીનાનું અવસાન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપરસ્ટારની બહેનના અંતિમ સંસ્કાર આવતીકાલે તારીખ 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે. અહીં નાની બહેનના અવસાનથી મામૂટી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને અમીનાના મૃત્યુ પર દક્ષિણના ઘણા કલાકારો અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. અમીના એક્ટર મામૂટીની નાની બહેન હતી. અભિનેતા બાકીના ભાઈ-બહેનો ઝકરિયા પનાપરંબિલ, ઈબ્રાહિમ કુટ્ટી, સૌદા અને શફિના છે. બીમારીના કારણે અમીનાના અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ છે.
મામૂટીની માતા ફાતિમા ઈસ્માઈલનું 93 વર્ષની વયે અવસાન: નૌંધનિય છે કે, આ વર્ષે તારીખ 21 એપ્રિલે મામૂટીની માતા ફાતિમા ઈસ્માઈલનું 93 વર્ષની વયે અવસાન થયું હતું. અભિનેતાની માતાનું પણ વય સંબંધિત બીમારીઓને કારણે અવસાન થયું હતું. તાજેતરમાં જ મામૂટીએ તેમનો 72મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેમના ચાહકો સાથે તેમની નવી ફિલ્મ 'બ્રમયુગમ'ની જાહેરાત કરી હતી. ફિલ્મનો પ્રથમ દેખાવ શેર કર્યો હતો. મામૂટી છેલ્લે ફિલ્મ ક્રિસ્ટોફર 2023માં જોવા મળ્યા હતા. દરમિયાન અભિનેતાની આગામી ફિલ્મોમાં 'કાનપુર સ્કેડ', 'કાડુગન્નાવા ઓરુ યાત્રા', 'કાથલ-ધ કોર', અને 'બાજુકા' સામિલ છે.
- Dharmendra All Well: સની દેઓલ હેમા માલિનીએ ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાના અહેવાલને નકારી કાઢ્યા
- The Great Indian Family Trailer: વિકી કૌશલ સ્ટારર 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નું ટ્રેલર આઉટ, જુઓ વીડિયો
- Singer Pooja Kalyani: સિંગર પૂજા કલ્યાણીએ 'ગરબા રમઝટ 2.0' નામનું નવું ટ્રેક રિલીઝ કર્યું છે