ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

3 Ekka trailer: મલ્હાર ઠાકર-યશ સોની સ્ટારર '3 એક્કા'નું ટ્રેલર આઉટ, ફિલ્મ 18 ઓગસ્ટે રિલીઝ થશે - યશ સોની 3 એક્કા

તારીખ 21 જુલાઈના રોજ ગુજરાતી ફિલ્મ '3 એક્કા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મલ્હાર ઠાકર અને યશ સોની 'છેલ્લો દિવસ' ફિલ્મમાં ધમાલ કર્યા બાદ હવે આ લેટેસ્ટ ફિલ્મ લઈને આવી રહ્યાં છે. ચાહકો હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ નજીકના થિયેટરોમાં તારીખ 18 ઓગસ્ટના રોજ પ્રદર્શિત થવા જઈ રહી છે.

મલ્હાર ઠાકર-યશ સોની સ્ટારર 3 એક્કાનું ટ્રેલર આઉટ, ફિલ્મ 18 ઓગસ્ટે રિલઝ થશે
મલ્હાર ઠાકર-યશ સોની સ્ટારર 3 એક્કાનું ટ્રેલર આઉટ, ફિલ્મ 18 ઓગસ્ટે રિલઝ થશે

By

Published : Jul 21, 2023, 10:43 AM IST

Updated : Jul 21, 2023, 12:17 PM IST

અમદાવાદ:ગુજરાતના સ્ટાર યશ સોની અને મલ્હાર ઠાકરની ફિલ્મ '3 એક્કા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગઈ કાલે મલ્હાર ઠાકરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેલર રિલીઝ થવાની માહિતી શેર કરી હતી. વચન મુજબ ફિલ્મ નિર્માતાઓએ ટ્રેલરનો વીડિયો બહાર પાડ્યો છે. દર્શકો ફિલના ટ્રેલરની રાઈ જોઈને બેઠા હતા તે રાહનો અંત આવી ગયો છે. હવે ચાહકો નજીકના થિયેટરોમાં ફિલ્મ જોવાની તૈયારીમાં છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ: મલ્હાર ઠાકરે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. મલ્હાર ઠાકરે પોસ્ટમાં ફિલ્મ '3 એક્કા' ટ્રેલરનો વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, 'કિસ્મત છે લથડીયાં ખાતી, આપી દે તુ ટેકો. દુરી તીરી ચોગ્ગો નહિ, તુ ભાઈબંધીમાં એક્કો.' આ ફિલ્મની ખાસિયત એ છે કે, ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'માં પોતાની શાનદાર અભિનયથી ચાહકો દિલ જીતનાર બે મોટા કલાકાર મલ્હાર ઠાકર અને યશ સોની સાથે જોવા મળવાના છે. હવે ફરી એક વાર આ જોડી દર્શકોના દિલમાં આગ લગાવવા માટે આવી રહી છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: '3 એક્કા' ફિલ્મનું રાજેશ શર્મા દ્વારા દિગ્દર્શન કરવામાં આવ્યું છે. '3 એક્કા' ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, યશ સોની અને મલ્હાર ઠાકર સહિત કિંજલ રાજપ્રિયા, હિતુ કોનોડિયા, એશા કંસારા, મિત્ર ગઢવી તર્જન મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આનંદ પંડિત અને વૈશાલ શાહ ફિલ્મ નિર્માતા છે. પાર્થ અને ચેતન ફિલ્મના રાયટર છે.

ફિલ્મની પ્રથમ ઝલક:તારીખ 14 જુલાઈએ ફિલ્મ '3 એક્કા'નું પોસ્ટર મલ્હાર ઠાકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું. આ પોસ્ટર શેર કરીને તેમણે લખ્યું હતું કે 'આ જન્માષ્ટમીએ ઉધાર કે ઉધ્ધાર.' આ સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી. ત્યાર બાદ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં સૌપ્રથમ હિતુ કનોડિયાની જબરદસ્ત એન્ટ્રી જોવા મળે છે.

  1. Prabhas First Look: 'પ્રોજેક્ટ K' ફિલ્મમાંથી પ્રભાસનો ફર્સ્ટ લુક આઉટ, જુઓ શાનદાર ઝલક
  2. Manipur Violence: આ સેલેબ્સે મણિપુરમાં 2 મહિલાઓની છેડતી પર આપી પ્રતિક્રિયા, ઉર્મિલા માતોંડકરનું ટ્વિટ 'હું ડરી ગઈ છું'
  3. Filmfare Mo U : જાન્યુઆરી 2024માં ગુજરાતમાં યોજાશે ફિલ્મ ફેર એવોર્ડઝ, સરકારનું આવું છે આયોજન
Last Updated : Jul 21, 2023, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details