મુંબઈ:કોલ્લમ સુધિનું તારીખ 5 જૂને કેરળના કપમંગલમમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વાસ્તવમાં તેમની કાર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત સોમવારે સવારે લગભગ 4.30 કલાકે થયો હતો. ત્યાર બાદ અભિનેતા અને તેમની સાથે સવાર કલાકારોનેે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું નિધન થઈ ગયું. તેમની સાથે મુસાફરી કરી રહેલા ત્રણ મિમિક્રી આર્ટિસ્ટ બીનુ આદિમાલૂ, ઉલ્લાસ અને મહેશ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલ્લમ સુધિ 39 વર્ષના હતા.
Kollam Sudhi Accident: મલયાલમ અભિનેતા કોલ્લમ સુધિનું માર્ગ અકસ્માતમાં અવસાન, 3 મિમિક્રી કલાકારો ઈજાગ્રસ્ત - કોલ્લમ સુધિનું માર્ગ અકસ્માતમાં નિધન
પ્રખ્યાત મલયાલમ અભિનેતા કોલ્લમ સુધિનું તારીખ 5 જૂનના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. આ અકસ્માતમાં ત્રણ મિમિક્રી કલાકારો બિનુ આદિમાલૂ, ઉલ્લાસ અને મહેશ ઘાયલ થયા છે અને તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોલ્લમે ટિવી શો અને સ્ટેજ શોથી ઓળખ મેળવી હતી.
કોલ્લમ સુધિનું નિધન: દેખીતી રીતે આ તમામ લોકો વતકરા ખાતે એક કાર્યક્રમમાં ગયા હતા અને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં સુધિને માથામાં ગંભીર ઈજા થઈ છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, તેને કોડુંગલુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમણે તેમની ઈજાઓને કારણે દમ તોડ્યો હતો. અન્ય ત્રણની કોડુંગલુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેરળના સીએમ પિનરાઈ વિજયને સુધિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સેલિબ્રિટીઓએ શોક વ્યક્ત કર્યો: કોલ્લમ સુધિએ વર્ષ 2015માં ડાયરેક્ટર અજમલની ફિલ્મ 'કંથારી'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતા હોવા ઉપરાંત, તેઓ લોકપ્રિય મિમિક્રી કલાકાર પણ હતા. તેમણે આ પછી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 'કટપ્પનયિલે ઋત્વિક રોશન' અને 'કુટ્ટાનદાન મારપ્પાપ્પા'નો સમાવેશ થાય છે. કોલ્લમને ટીવી શો અને સ્ટેજ શોથી ખ્યાતિ મળી હતી અને તેઓ લોકપ્રિય કોમેડિયન હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ મલયાલમ સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.