હૈદરાબાદઃ બોલિવૂડ સ્ટાર મલાઈકા અરોડા પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે. મલાઈકાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની અદભૂત તસવીરોથી શણગારેલું છે. હવે મલાઈકા અરોડાએ સોશિયલ મીડિયા પર ચાહકોનો પરસેવો પાડતી તસવીર શેર (Malaika Arora shared hot photos) કરીને હંગામો મચાવ્યો છે. આ તસવીર પરથી ચાહકોની નજર હટવાનું નામ નથી લઈ રહી. આ તસવીરમાં 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા બોલ્ડનેસનો ફુલ તડકો લગાવતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો:દિવાળી પર રિલીઝ થશે અજય દેવગનની ફિલ્મ 'થેંક ગોડ', બોક્સ ઓફિસ પર ટક્કર થશે 'રામ સેતુ' સાથે
પૂલનુ તાપમાન વધારતી જોવા મળી: અભિનેતા અર્જુન કપૂર સાથે લગ્નના સમાચારોમાં રહેલી મલાઈકા અરોડાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાંથી એક તસવીર શેર કરી, જેને જોઈને ચાહકોની આંખો ફાટી ગઈ. આ તસવીરમાં મલાઈકા બ્લેક પ્રિન્ટેડ બિકીની પહેરીને પૂલનુ તાપમાન વધારતી જોવા મળી રહી છે. આ તસવીર સાથે મલાઈકા અરોડાએ કેપ્શનમાં લખ્યું છે... 'શું તમે મારી સાથે સ્વિમ કરવા માંગો છો'.