હૈદરાબાદ: બોલિવૂડ દિવા મલાઈકા અરોરાએ તેની નવી સોશિયલ મીડિયા પોસ્ટથી (Malaika Arora post) તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. મલાઈકાએ પોતાની નવી પોસ્ટમાં આવી વાત લખી છે, જેના પછી માત્ર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મલાઈકા હવે બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Malaika says yes to Arjun Kapoor for marriage)સાથે બહુ જલ્દી લગ્ન કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા-અર્જુન આ વેડિંગ સિઝનમાં સાત ફેરા લેશે. હવે ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે કે મલાઈકાની આ પોસ્ટ જલ્દીથી પરદો હટાવે અને તેની વાસ્તવિકતા સામે આવે આશા છે કે આ કપલ જલ્દી જ તેમના લગ્નની તારીખ જાહેર કરશે.
મેં હા પાડી છે: મલાઈકા અરોરાએ થોડા સમય પહેલા 10 નવેમ્બરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'મૈં હા બોલ દિયા હૈ'. મલાઈકાએ આ કેપ્શન સાથે ઘણા પિંક હાર્ટ ઈમોજી પણ શેર કર્યા છે. હવે મલાઈકાના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે અને લગ્નની તારીખ જાહેર કરવા વિનંતી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પોસ્ટ શેર થયાને એક કલાક પણ નહોતો થયો અને તેને 1 લાખથી વધુ ફેન્સે લાઈક કરી હતી.