મુંબઈ: બોલિવુડનું ચર્ચામાં રહેલું કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો લેેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. આ જોડીના બ્રેકઅપના સમાચારે જોર પકડ્યું હતું. આ વચ્ચે મલાઈકા અને અર્જુન ગયા રવિવારે લંચ બાદ ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. ડિનર પછી ઘર જવા માટે નીકળેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાને એક પૈપ્સે કેમેરામાં કેદ કર્યા હતાં. આખો દિવસ સાથે વિતાવ્યા બાદ ફેલાઈ રહેલી અફવાઓ પર વિરામ લગાવી દીધો છે.
અર્જન-મલાઈકા થાય સ્પોટ: એક પાપારાઝીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા અને અર્જુનનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો લંચ બાદ ડિનર ડેટનો છે. આ કપલ ફરી એક વાર બાંદ્રાના એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યું હતું. આ દરમિયાન રેસ્ટોરન્ટમાં ડિનર કર્યા બાદ ઘરે જવા માટે બન્ને જણા બહાર નિકળ્યા હતા, ત્યારે આ કપલને સ્પોટ કરવામાં આવ્યું હતું.
અર્જુન-મલાઈકાનો શાનદાર લુક: વીડિયોમાં મલાઈકાએ વ્હાઈટ જેકેટ અને પેન્ટ પહેરી હતી. તેમણે પોતાના લુકને મેચિંગ હીલ્સ અને હેન્ડ પર્સ સાથે પુર્ણ કર્યો હતો. જ્યારે અર્જુન ઓલિવ ગ્રીન સ્વેટર્શ અને ગ્રે પેન્ટમાં જોવા મળ્યા હતા. તેમણે સનગ્લાસેસ અને ટોપી પણ પહેરી હતી. રેસ્ટોરન્ટમાંથી બહાર નિકળ્યા બાદ ઘરે જતી વખતે તેઓ પાપારઝીને પોઝ આપ્યા વગર કાર પાસે જતા રહ્યાં હતાં. આ દરમિયાન મલાઈકા અને અર્જુન એક સાથે ખુબ જ સુંદર દેખાઈ રહ્યાં હતાં.
અર્જુન-મલાઈકાના બ્રેકઅપની અફવા: ઘણા સમયથી મલાઈકા અને અર્જન કપૂરના બ્રેકઅપની અફવાઓ ફેલાઈ રહી હતી. જ્યારે મલાઈકા અરોરાએ અર્જન કપૂરના પરિવારના લોકોને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હતા, ત્યારે તેમની અફવાઓએ જોર પકડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક દિવસો પહેલા અર્જુન કપૂરનું નામ કુશા કપિલા સાથે જોડવામાં આવી રહ્યું હતું, ત્યાર બાદ મલાઈકા અને અર્જુન કપૂરના બ્રેકઅફની અફવા ફેલાઈ હતી.
- Chandrayan 3: Isroની અગ્રણી મહિલા વૈજ્ઞાનિકો 'સાદું જીવન', 'ઉચ્ચ વિચ્ચાર'નું પ્રતિક છે કંગના રનૌત
- Gadar 2: 'ગદર 2'ને પાકિસ્તાન વિરોધી કહી, સની દેઓલે આપી પ્રતિક્રિયા
- Sushma Passes Away: ફિલ્મ મેકર વિજય આનંદની પત્ની સુષ્માનું નિધન, પતિના મૃત્યુના 19 વર્ષ બાદ લીધા અંતિમ શ્વાસ