મુંબઈઃએક્ટિંગ જગતમાંથી ફરી એકવાર દુઃખદ સમાચાર આવ્યા છે. લોકપ્રિય સિરિયલ મહાભારતમાં 'શકુની માતા'નો રોલ કરનાર પીઢ અભિનેતા ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતાએ તારીખ 5 જૂને સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ગુફી પેન્ટલનું સ્વાથ્ય બગડવાના કરાણે અંધેરીની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
મહાભારતના 'શકુની મામા' ગુફી પેન્ટલનું નિધન ગુફી પેન્ટલનું નિધન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે થશે. અભિનેતાના મૃત્યુની માહિતી તેમના પુત્ર હેરી પેન્ટલે આપી છે. અભિનેતાના અવસાનથી ફરી એકવાર અભિનય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અભિનેતાના નિધન પર ફિલ્મ અને ટીવી જગતના સ્ટાર્સ શોક વ્યક્ત કરી રહ્યા છે. સંબંધીઓ અને ચાહકો સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મહાભારતના 'શકુની મામા' ગુફી પેન્ટલનું નિધન અભિનયની શરુઆત: અભિનેતાની તબિયત ફરીદાબાદમાં બગડી હતી. પહેલા તેને ફરીદાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પછી જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ, ત્યારે તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે 5 કલાકે ગુફી પેન્ટલે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાએ વર્ષ 1975માં ફિલ્મ 'રફુ ચક્કર'થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. 80ના દાયકામાં અભિનેતાએ ઘણા ટીવી શો અને ફિલ્મોમાં અભિનયની છાપ છોડી હતી, પરંતુ તે પછી પણ કોઈ ગૂફીને જાણતું ન હતું.
મહાભારતના 'શકુની મામા' ગુફી પેન્ટલનું નિધન અભિનેતાની ફિલ્મ: વર્ષ 1988માં બીઆર ચોપરાએ અભિનેતાને સીરિયલ મહાભારતમાં શકુની માતાનો રોલ આપ્યો હતો અને અભિનેતા આજ સુધી આ પાત્ર માટે પ્રખ્યાત છે. અભિનેતા છેલ્લે સ્ટાર ભારત પર પ્રસારિત થતા ટીવી શો 'જય કન્હૈયા'માં જોવા મળ્યા હતા. ગૂફી પેઇન્ટલની ફિલ્મ વિશે વાત કરીએ તો તે 'સત્તે પે સત્તા', 'હીર રાંઝા', 'નિકાહ', 'દેશ-પરદેશ', 'સુહાગ', 'ધ બર્નિંગ ટ્રેન', 'દિલ્લગી', 'ઘુટન', 'ક્રાંતિ' અને 'પ્રેમ રોગ' જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી છે.
- 72 Hoorain Teaser: '72 હુરૈન'નું ટીઝર આઉટ, 'ધ કેરલા સ્ટોરી' બાદ આ બીજી ફિલ્મ આતંકવાદનો પર્દાફાશ કરશે
- Sulochna Latkar Demise: Pm મોદી સહિત આ લોકોએ અભિનેત્રી સુલોચનાને શ્રદ્ધાંજલિ આપી
- Aditi Rao Hyderi: બીના કાકે અદિતિ અને સિદ્ધાર્થ સાથે શેર કરી તસવીર, ડેટ કરવાને કારણે ચર્ચામાં