ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

HBD Kishore Kumar: 'કિશોર દા' બસ નામ હી કાફી હૈ... 'જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ, જો મકામ ફિર નહી આતે' - કિશોર કુમારનો આજે 94મો જન્મદિવસ

4 ઓગસ્ટ 1929ના રોજ જન્મેલા કિશોર કુમારની આજે 94મી જન્મજયંતિ છે. હિન્દી સિનેમા જગતમાં મહાન ગાયક કલાકાર કિશોર કુમારના ગીતો આજે પણ લોકો ભૂલ્યા નથી. આ મહાન હસ્તિના જન્મદિવસ પર તેની જિંદગીના સફરની ઝલકને યાદ કરીએ.

Etv BharatHBD Kishore Kumar
Etv BharatHBD Kishore Kumar

By

Published : Aug 4, 2023, 11:19 AM IST

હૈદરાબાદ:સાગર કિનારે દિલ યે પુકારે… જીંદગી કા સફર... કિશોર દા એટલે કે કિશોર! શ્રેષ્ઠ ગીતો આજે પણ તેમના અવાજથી શ્રોતાઓના દિલ પર રાજ કરે છે અને આજે પણ તેમના ગીતો લોકોના પ્લેલિસ્ટમાં ન હોય તો એવું ન બની શકે. એક મહાન ગાયક હોવા ઉપરાંત, તેઓ અભિનેતા, સંગીતકાર, નિર્માતા, નિર્દેશક, વાર્તાકાર, પટકથા લેખક અને ગીતકાર પણ હતા. જો તમે ફિલ્મ ઈતિહાસનું પુસ્તક ઉપાડો અને વાંચો, તો સુવર્ણ અક્ષરે ચમકે... કિશોર કુમાર. આજે તેમની જન્મજયંતિ છે. આવી સ્થિતિમાં, ચાલો તેમના જીવનના કેટલાક જાણ્યા અજાણ્યા કિસ્સા વિશે જાણી જાણીએ.

કિશોર કુમારનો પરિવાર:જણાવી દઈએ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કિશોર દાના નામથી પ્રખ્યાત કિશોર કુમારની 94મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1929ના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. કિશોર કુમારનું સાચું નામ આભાસ કુમાર હતું. એક ભદ્ર બંગાળી પરિવારમાં જન્મેલા દાના પિતા કુંજીલાલ ગંગોપાધ્યાય વકીલ હતા અને તેમની માતા ધાર્મિક હતી. તેમના બે મોટા ભાઈ અશોક કુમાર અને અનૂપ કુમાર અને એક બહેન સતી દેવી હતા. દેશની પ્રથમ કોમેડી ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં તેણે પોતાના બે ભાઈઓ અશોક કુમાર અને અનૂપ કુમાર સાથે પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી.

કિશોર કુમારના કરિયરની શરૂઆત: કિશોર કુમારને અભિનય કરવાની ઇચ્છા ન હતી છતા પણ તેમણે અભિનયમાં કામ શરૂ કર્યું, કારણે કે તેમને ક્યારેક ગાવાનો મોકો પણ મળતો હતો. કિશોર કુમારનો અવાજ સહગલના અવાજ સાથે ઘણી હદ્દે મળતો હતો. કિશોર દાએ સૌથી પહેલા વર્ષ 1948માં બોમ્બે ટોકિઝની ફિલ્મ ‘જિદ્દી’માં સહગલના અંદાજમાં અભિનેતા દેવાનંદ માટે ‘મરને કી દુઆએ ક્યું માંગૂ’ ગીત ગાવાનો મોકો મળ્યો હતો. કિશોર દાએ વર્ષ 1951માં મુખ્ય ભૂમિકામાં ફિલ્મ ‘આંદોલન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ આ ફિલ્મ દર્શકોને પસંદ પડી નહોતી. ત્યારબાદ 1953માં પ્રદર્શિત ફિલ્મ ‘લડકી’માં અભિનેતા કરિયરની પહેલી હીટ ફિલ્મ હતી.

કિશોર કુમારનું લગ્નજીવન:

બોલીવુડની ફિલ્મોના ગીતો લોકોના દિલો રાજ કરતા કિશોર દાને જ આવડતું હતું. આજ કારણે તેમના પર બોલીવુડની ઘણી હિરોઈનો ફિદા હતી. કિશોર કુમારે એક બે નહિ ચાર લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન (રુમા દેવી) રુમા ગુહ ઠાકુરતા સાથે કર્યા હતા.તેના પછી યોગીતા બાલી, મધુબાલા અને લીના ચંદાવકર સાથે કર્યા હતા.

આ સપનું અધુરૂ રહી ગયું:કિશોર કુમારે મેરે સપનો કી રાની, પલ પલ દિલ કે પાસ, તેરે બિના જિંદગી સે કોઇ અને ગાતા રહે મેરા દિલ સહિત તમામ એવા ગીત ગાયા છે, જે ગીતના શબ્દો આજે પણ લોકોની જુબા સાંભળવા મળે છે. કિશોર દાએ નિર્દેશન સિવાય તેમણે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. જેમાં ઝુમરૂં, દૂર ગગન કી છાંવ મેં, દૂર કા રાહી, જમીન આસમાન અને મમતા કી છાંવ મે જેવી ફિલ્મો સામેલ છે. 1987માં કિશોર કુમારે નિર્ણય લીધો કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સન્યાસ લઇ તે પોતાના ગામ ખંડવા પરત ફરશે. તે હંમેશા કહેતા હતા કે, ‘દૂધ જલેબી ખાયેંગે, ખંડવા મે બસ જાયેંગે.’ પરંતુ તેમનું આ સપનું અધુરૂ રહી ગયું. 13 ઓક્ટોબર 1987માં હાર્ટ એટેકના કારણે તેમણે દુનિયાને અલવીદા કહી દીધુ હતું. પરંતુ આજે પણ કિશોર દાના ચાહકોની દિવાનગી તેમની પ્રત્યે અણમોલ જ છે.

કિશોર કુમારનું અવશાન: કિશોરદા એ જીવનમાં ખ્યાતિની ઊંચાઈઓને સ્પર્શવા છતાં કિશોર કુમાર કિશોરવયના જ રહ્યા. કોઈપણ સંગીતના પાઠ લીધા વિના, કિશોર કુમાર બોલિવૂડમાં એક ધ્રુવ સ્ટાર તરીકે ઉભરી આવ્યા અને ગીત-સંગીત બ્રહ્માંડ પર પ્રભુત્વ જમાવ્યું. કિશોર કુમાર ઈચ્છતા હતા કે તેઓ ખંડવામાં સ્થાયી થાય, પરંતુ ખંડવામાં આવતા પહેલા 13 ઓક્ટોબર 1987ના રોજ તેમનું અવસાન થયું. કિશોર કુમારની ઈચ્છાને કારણે ખંડવામાં જ તેમના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

3 એકરમાં ફેલાયેલી કિશોર દાની સમાધિઃ કિશોર કુમારની યાદમાં, કિશોર પ્રેમીઓએ તેમના અંતિમ સંસ્કારના સ્થળે તેમની સમાધિ બનાવી હતી. 3 એકરમાં ફેલાયેલા, હજારો ચાહકો દર વર્ષે 4ઠ્ઠી ઓગસ્ટ (જન્મદિવસ) અને 13મી ઓક્ટોબર (પુણ્યતિથિ)ના રોજ તેમની સમાધિની મુલાકાત લે છે અને તેમને દૂધની જલેબી અર્પણ કરીને ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ આપે છે. દેશ-વિદેશના કિશોર પ્રેમીઓ આવે છે અને ગીતો સાથે તેમને શ્રદ્ધાંજલિ આપે છે.

કિશોર કુમારના સુપર હિટ ગીતો જે લોકોની આજે પણ જુબાન પર છે.

'અચ્છા તો હમ ચલતે હૈં'

અચ્છા તો હમ ચલતે હૈં રાજેશ ખન્ના આશા પારેખ સ્ટારર ફિલ્મ 'આન મિલો સજના'માં કિશોર કુમારનો અભિનય અચ્છા તો હમ ચલતે હૈં આજે પણ લોકોના હોઠ પર પડછાયો છે.

'તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ'

સંજીવ કુમાર અને સુચિત્રા સેન સ્ટારર 'આંધી'નું પ્રખ્યાત ગીત તુમ આ ગયે હો નૂર આ ગયા હૈને કેવી રીતે અવગણી શકાય?

'મેરે મહેબૂબ કયામત હોગી'

'મેરે મહેબૂબ કયામત હોગી' બ્રેકઅપ હોય કે પ્રેમીનું દિલ તૂટી જાય ત્યારે, મેરે મહેબૂબ કયામત હોગી ગીત સાંભળ્યા વગર રહી શકાતું નથી.

'ખઈ કે પાન બના રસ વાલા'

અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'ડોન' ફિલ્મનું આ ગીત લોકોના દિલ પર રાજ કરે છે. આ ગીત કિશોર કુમારે પાન મોંઢામાં રાખીને ગાયું હતું.

'ગુમ હૈ કિસી કે પ્યાર મેં યે દિલ સુબહ શ્યામ'

રણધીર કપૂર અને રેખા અભિનીત ફિલ્મ ગુમ હૈ કિસી કે પ્યાર મેં ગીત 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' કિશોર કુમારે ગાયું હતું.

આ પણ વાંચો:

  1. OMG 2 trailer: અક્ષય કુમાર સ્ટારર 'OMG 2'નું ટ્રેલર આઉટ, જુઓ પંકજ ત્રિપાઠીની શાનદાર ભૂમિકા
  2. gadar 2 New Verson Song : 'મૈં નિકલા ગડ્ડી લેકે' ન્યૂ વર્ઝન સોન્ગ આઉટ, જુઓ સની દેઓલની એન્ટ્રી

ABOUT THE AUTHOR

...view details