હૈદરાબાદ:પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરની આજે પુણતિથિ છે. લતા મંગેશકરનું 92 વર્ની વયે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતુ. લતા મંગેશકરનો પરિવાર લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરના સ્વચ્છ શહેરમાં થયો હતો. લતાના પિતા દીનાનાથ મંગેશકર પણ મરાઠી થિયેટર અભિનેતા, સંગીતકાર અને ગાયક હતા. લગભગ 6 દાયકા સુધી ફિલ્મી અને નોન-ફિલ્મી ગીતો ગાનાર લતાએ 30 થી વધુ ભાષાઓમાં ગીતોને અવાજ આપ્યો. લતા મંગેશકર ક્રિકેટના ખૂબ શોખીન હતા. લતા મંગેસકરના ડેથ અનિવર્સરી અવસર પર તેમના સંગીતથી લઈને તેમનું જીવન સંબંધિત કેટલીક રોચક સ્ટોરી વિશે જાણિએ.
આ પણ વાંચો:Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન
ગાયિકા તરીકેની કારકિર્દી: લતાએ તેમના પિતા દીનાનાથ મંગેશકર પાસેથી સંગીત અંગેનુ શિક્ષમ લીધું હતાં. માત્ર 5 વર્ષની ઉંમરે લતાજીએ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તાજીએ વર્ષ 1942માં 13 વર્ષની ઉંમરે ગાયિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. લતાએ પોતાનું પહેલું ગીત વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ 'કિટ્ટી હસલ' માટે ગાયું હતું. લતાએ ઘણી ભારતીય ભાષાઓમાં ગીત ગાયા છે. તેમણે 30 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. તેમની પ્લેબેક સિંગિંગને કારણે વર્ષ 2001 તેમને ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' થી નવાજવામાં આવ્યા હતા.