જોધપુર:બોલિવૂડ ફિલ્મ 'કુત્તે' (Kuttey Film Controversy) પર મુસીબતોના વાદળો છવાઈ રહ્યા છે. આ ફિલ્મને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર આજે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ અરુણ ભણસાલીની કોર્ટમાં 186 નંબરની અરજી લિસ્ટેડ છે. દિગ્દર્શક વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કુત્તે' (Bollywood film Kuttey) તારીખ 13 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ મલ્ટી સ્ટારર છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, તબ્બુ અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો જોવા મળશે.
આ પણ વાંચો:'ગદર'ની સિક્વલ ફિલ્મ રીલિઝ નહીં થાય, પ્રોડ્યુસરે પહેલા ભાગને લઈ કર્યો નિર્ણય
ASPની પુત્રીએ અરજી દાખલ કરીઃ રાજસ્થાન પોલીસમાં એએસપી (ASP) તરીકે કાર્યરત નરેન્દ્ર ચૌધરીની 17 વર્ષની પુત્રીએ આ અરજી દાખલ કરીને કહ્યું છે કે, ''ફિલ્મના ટ્રેલરમાં પોલીસને લગતા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ સ્ટોરી ગઢચિરોલીની ઘટનાથી પ્રેરિત છે. આખી ફિલ્મની સ્ટોરી પોલીસની આસપાસ ફરે છે. આવી સ્થિતિમાં ફિલ્મ 'કુત્તે'નું શીર્ષક પોલીસ સમુદાયને અસર કરે છે. પોસ્ટર પર પણ ફિલ્મ કલાકારોના ચહેરાને બદલે કુતરાના ચહેરા છે, જે તમામ ફિલ્મમાં પોલીસની ભૂમિકામાં છે.''