હૈદરાબાદ:બોલિવુડની અલ્ટીમેટ બ્યુટી કૃતિ સેનન આ દિવસોમાં તેમની વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ચર્ચામાં છે. કૃતિએ આ ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવી છે, જે લોકોને પસંદ આવી નથી. આ ફિલ્મની નિષ્ફળતાને અવગણીને કૃતિ સેનને તેમની ફિલ્મી કરિયરમાં એક મોટું પગલું ભર્યું છે. કૃતિએ પોતાનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ 'બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ' લોન્ચ કર્યું છે.
ફિલ્મ પ્રેડક્શન હાઉસ: કૃતિએ તેમની નાની બહેન નૂપુર સેનન સાથે મળીને આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કૃતિ સેનને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોને આ ખુશખબર આપી છે અને તેના પ્રોડક્શન હાઉસના લોગોનો વીડિયો પણ શેર કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, કૃતિ સેનને બોલિવુડમાં 10 વર્ષ પણ પૂરા કર્યા નથી અને તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે.
અભિનેત્રીએ પ્રગતિના પંથે: તેના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરતા કૃતિ સેનને લખ્યું છે કે, હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. મેં મારી કારકિર્દીના અદ્ભુત 9 વર્ષ પસાર કર્યા છે અને હવે મેં એક અભિનેત્રી તરીકે મારી કારકિર્દીમાં એક નાનું પગલું ભર્યું છે, હું ફિલ્મના દરેક પગલાંને પ્રેમ કરું છું. હવે સમય આવી ગયો છે કે, આગળ વધવાનો અને વધુ શીખવાનો. તેમજ લોકોના હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તાઓ જણાવવાનો સમય આવી ગયો છે. હું ખૂબ જ ઉત્સાહિત છું અને મારું સ્વપ્ન સાકાર કરવા જઈ રહી છું.
કૃતિ સેનન વિશે: વર્ષ 2014માં કૃતિ સેનને એક્ટર ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી અને ચાહકોએ ટાઈગરની સાથે કૃતિને પણ ઘણો પ્રેમ આપ્યો હતો. જોકે, કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષ હવે સમાપ્ત થઈ રહી છે. 88 કોરડનો પ્રથમ દિવસના બિઝનેસ સાથે રિલીઝ થયેલી ફિલ્મ 19માં દિવસે માત્ર 50 લાખનની કમાણી કરી છે, જે ખુબજ નિરાશાજકન છે.
- Adipurush: 'આદિપુરુષ' Ott પર રિલીઝ થાય તે પહેલા લીક થઈ, દર્શકોને મજા પડી ગઈ
- 72 Hooren Controversy: '72 હુરેં' ફિલ્મના નિર્માતા પર લગાવ્યો આરોપ, પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
- Adipurush: 'આદિપુરુષ' અસ્તના માર્ગે, 19મા દિવસે નજીવી કમાણી