મુંબઈઃઆખરે એ ક્ષણ આવી ગઈ છે જેની કેએલ રાહુલ-અથિયા તેમજ તેમના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બંનેના લગ્નની વાતો ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ આજે એ દિવસ છે જ્યારે બંને લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. બંનેના લગ્ન ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં થયા હતા. ઘણા સેલેબ્સ વેડિંગ વેન્યુમાં એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા.
રાહુલ-આથિયા લગ્નના બંધનમાં બંધાયા:રાહુલ અને અથિયાના લગ્નમાં માત્ર ખૂબ જ નજીકના લોકો જ હાજર રહ્યા હતા. જો કે, થોડા દિવસો પછી ભવ્ય રીસેપ્શન રાખવામાં આવશે. જેમાં લગભગ 3000 લોકો હાજરી આપે તેવી શક્યતા છે. સુનીલ શેટ્ટીએ તેમના લગ્નની પુષ્ટિ કરી છે. સુનીલ શેટ્ટીએ પણ કહ્યું કે હું સત્તાવાર રીતે સસરો બની ગયો છું.
આ પણ વાંચો:Kannada Actor Lakshman Passed Away : પ્રખ્યાત કન્નડ અભિનેતા લક્ષ્મણનું 74 વર્ષની વયે નિધન
બંને છ વર્ષથી ડેટ કરી રહ્યાં છે:અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 2018થી ડેટ કરી રહ્યાં છે. બંને અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. તેમના સંબંધોના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો લગ્નના સમાચાર સાંભળવા આતુર હતા. તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. જોકે સુનીલ શેટ્ટી, અથિયા અને કેએલ રાહુલે હજુ સુધી આવા અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો:Katrina Kaif on Instagram: કેટરિના કૈફના ઇન્સ્ટાગ્રામ પર 70 મિલિયન ચાહકો, જુઓ ટોચની 10 સૌથી વધુ ફોલોઅર્સ અભિનેત્રીઓની સૂચિ
પ્રથમ મેચમાં ફટકારી હતી સદી:રાહુલે 2014માં ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. કેએલ રાહુલે 2014માં મેલબોર્નમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. બોક્સિંગ ડે ટેસ્ટમાં તેને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ડેબ્યૂ કેપ આપી હતી. રોહિત શર્માની જગ્યાએ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે સિડની ટેસ્ટમાં મુરલી વિજય સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેણે પોતાની પ્રથમ મેચમાં સદી (110 રન) ફટકારી હતી.