ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

કાલે મુંબઈમાં KKના અંતિમ સંસ્કાર, CM મમતા બેનર્જીએ સિંગરને આપી શ્રદ્ધાંજલિ - Mamata Banerjee government saluted Singer with a gun

Singer KK Passes Away : સિંગર કેકેના આવતીકાલે (2 જૂન) મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં (KK Mumbai funeral tomorrow ) આવશે. મમતા બેનર્જી સરકારે સિંગરને બંદૂકથી સલામી આપી.

કાલે મુંબઈમાં KKના અંતિમ સંસ્કાર, CM મમતા બેનર્જીએ સિંગરને આપી શ્રદ્ધાંજલિ
કાલે મુંબઈમાં KKના અંતિમ સંસ્કાર, CM મમતા બેનર્જીએ સિંગરને આપી શ્રદ્ધાંજલિ

By

Published : Jun 1, 2022, 5:04 PM IST

હૈદરાબાદ: પ્રખ્યાત સિંગર કેકેનું ગઈકાલે રાત્રે (31 મે) અવસાન (Singer KK Passes Away )થયું હતુ. કોલકાતામાં એક કોન્સર્ટમાં ગીત ગાતી વખતે તેમની તબિયત લથડી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું અવસાન થયું હતું. સિંગરનો પરિવાર કોલકાતા પહોંચી ગયો છે. કેકેના અંતિમ સંસ્કાર 2 જૂને મુંબઈમાં કરવામાં (KK Mumbai funeral tomorrow ) આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જાહેરાત કર્યા બાદ સિંગરને બંદૂકની સલામી આપવામાં આવી હતી. કેકેના પાર્થિવ દેહને રવીન્દ્ર સદનમાં બંદૂકની સલામી આપવામાં આવી હતી, જ્યાં સીએમ મમતા બેનર્જી પણ હાજર હતા.

આ પણ વાંચો:કોલકાતા કોન્સર્ટમાં પ્રખ્યાત ગાયક KKનો મૃત્યુ પહેલાનો છેલ્લો વીડિયો થયો વાયરલ

સિંગરના મૃતદેહને બંદૂકની સલામી: તમને જણાવી દઈએ કે, સિંગરના પાર્થિવ દેહને આવતીકાલે મુંબઈ લઈ જવામાં આવશે. તે જ સમયે, સિંગરની અંતિમ ઝલક માટે બોલિવૂડ સ્ટાર્સ પણ એકઠા થવાના છે. આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેકેના પોસ્ટમોર્ટમમાં સમય લાગશે અને ત્યારબાદ સિંગરના મૃતદેહને બંદૂકની સલામી આપવામાં આવશે.

કેકેનું પાર્થિવ દેહ બુધવારે સાંજે કોલકાતાથી મુંબઈ: તમને જણાવી દઈએ કે, કેકેના પાર્થિવ દેહને સાંજે 5:45 વાગ્યે ફ્લાઈટ દ્વારા મુંબઈ લઈ જવામાં આવશે. સિંગર કેકેના અંતિમ સંસ્કાર મુંબઈના વર્સોવા સ્મશાનગૃહમાં કરવામાં આવશે. કેકેનું પાર્થિવ દેહ બુધવારે સાંજે કોલકાતાથી મુંબઈ માટે રવાના થશે. ફ્લાઇટ કોલકાતાથી સાંજે 5:45 વાગ્યે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કેકેનું પાર્થિવ શરીર લગભગ 9 વાગ્યે મુંબઈ પહોંચશે.

ભાજપ અને મમતા બેનર્જી લીડ ટીએમસી સામસામે: અહીં સિંગરના મૃત્યુ પર ભાજપ અને મમતા બેનર્જી લીડ ટીએમસી સામસામે આવી ગયા છે. આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે. ટીએમસી પર નિશાન સાધતા ભાજપના પ્રદેશ પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો:કોન્સર્ટ પછી સિંગર કેકે સાથે શું થયું, હોસ્પિટલ પહોંચતા પહેલા જ છોડ્યા પ્રાણ જાણો સમગ્ર ઘટના

કોન્સર્ટમાં 7 હજાર દર્શકો સામેલ: તેમણે કહ્યું કે આ કોન્સર્ટમાં 7 હજાર દર્શકો સામેલ હતા, જ્યારે કોન્સર્ટ હોલની ક્ષમતા માત્ર 3 હજાર લોકોની છે. કેકે ત્યાં પબ્લિક દ્વારા ઘેરાયેલો હતો અને ત્યાં કોઈ વીઆઈપી વ્યવસ્થા નહોતી.

ABOUT THE AUTHOR

...view details