મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની 21 એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનો બિઝનેસ કરી શકી નથી. પ્રારંભિક આંકડાઓ અનુસાર, આ ફિલ્મ સલમાનની 10 મોટી ફિલ્મોના બિઝનેસના આંકડાને સ્પર્શવામાં અસમર્થ છે. વિશ્વભરમાં ઈદના અવસર પર KKBKKJ તરફથી મોટા વેપારની અપેક્ષા હતી. તે પૂર્ણ થાય તેવું લાગતું નથી. તમને જણાવી દઈએ કે પહેલા દિવસે પણ ફિલ્મની ઓપનિંગ ખૂબ જ નબળી રહી હતી.
અપેક્ષા પર ખરી ના ઉતરી: બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 'કિસી કી ભાઈ કિસી કી જાન' એ બીજા દિવસે 23-24 કરોડ રૂપિયાના બિઝનેસનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર જ્યારે સત્તાવાર રિપોર્ટ આવશે ત્યારે આ આંકડો વધવાની આશા છે. તમને જણાવી દઈએ કે, ઘણા વર્ષો પછી ઈદના અવસર પર રીલિઝ થયેલી સલમાનની ફિલ્મ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે તેવી આશા હતી. આ પહેલા સલમાન ખાનની ફિલ્મ 'દબંગ', 'ભારત', 'રેસ', 'ટાઈગર ઝિંદા હૈ', ટ્યુબલાઈટ, 'સુલતાન', 'પ્રેમ રતન ધન પાયો', 'બજરંગી ભાઈજાન'એ રેકોર્ડ તોડ્યા હતા. 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે, વેંકટેશ, પલક તિવારી, શહનાઝ ગિલ પણ છે.