ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Kiss Day 2023: શાહિદ-કિયારાની 'કબીર સિંહ' કિસિંગ સીન્સથી ભરેલી છે, 'કિસ ડે' પર જુઓ રોમાંસ ફિલ્મ - કિસ ડે 2023

તારીખ 13 ફેબ્રુઆરી એટલે કે, આજે 'કિસ ડે' છે. આ દિવસને વધુ રંગીન બનાવવા માટે જુઓ શાહિદ કપૂર અને કિયારા અડવાણીની 'કબીર સિંહ' ફિલ્મ. આ ફિલ્મ કિસિંગ સીન્સથી ભરેલી છે. 'વેલેન્ટાઈન ડે' અને 'કિસ ડે' પર જુઓ રોમાંસ ફિલ્મ.

Kiss Day 2023: શાહિદ-કિયારાની 'કબીર સિંહ' કિસિંગ સીન્સથી ભરેલી છે, 'કિસ ડે' પર જુઓ રોમાંસ ફિલ્મ
Kiss Day 2023: શાહિદ-કિયારાની 'કબીર સિંહ' કિસિંગ સીન્સથી ભરેલી છે, 'કિસ ડે' પર જુઓ રોમાંસ ફિલ્મ

By

Published : Feb 13, 2023, 12:06 PM IST

મુંબઈ:તારીખ 14 ફેબ્રુઆરીના રોજ 'વેલેન્ટાઈન ડે' આવી રહ્યો છે. ત્યારે આ દિવસ આવે તેના એક દિવસ પહેલા એટલે કે, આજે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ 'કિસ ડે' છે. આ દિવસ પ્રેમિઓ માટે ખાસ છે. પ્રેમિઓ માટે અમે આજના દિવસને વધુ સુંદર બનાવવા માટે એક એવી ફિલ્મની વાત કરીવા જઈ રહ્‌યા છે, જેમાં કિસિંગ સિન વધુ છે. આ ખાસ દિવસ પર જુઓ શાહિદ અને કિયારાની ફિલ્મ 'કબિર સિંહ'.

આ પણ વાંચો:Tiger Shroff Video : 'બડે મિયાં છોટે મિયાં'ના સેટ પર ટાઈગર શ્રોફનું નવું 'વોર્મ અપ'

કબીર સિંહ ફિલ્મમાં કિસિંગ સીન: શાહિદ અને કિયારાની ફિલ્મ 'કબીર સિંહ'માં ઘણા કિસિંગ સીન છે. ફિલ્મમાં શાહિદ કપૂર એક સર્જનના રોલમાં જોવા મળે છે. જેનું દિલ તુટી જાય છે અને તે પોતાને નુકસાન પહોંચાડવા લાગે છે. શાહિદ ફિલ્મમાં હાઇપર એક્ટિંગ સાથે સ્ટોરીમાં પ્રાણ પૂરતો જોવા મળ્યો છે. કબીર સિંહ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી વર્ઝન છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ વાંગાએ કર્યું છે.

કિસ પર આધારિત ફિલ્મ: પ્રેમ એક એવો અહેસાસ છે, જેને દરેક ક્ષણે અનુભવી શકાય છે. આ સુંદર ગીત તમારા પ્રેમથી ગુંજી શકાય છે. આવી સ્થિતિમાં તમારા જીવનસાથી સાથે તમારા પ્રેમની ઉજવણી કરવા માટે રાહ ન જુઓ. વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને તારીખ 13 ફેબ્રુઆરીએ 'કિસ ડે' છે. આવી સ્થિતિમાં જો તમે રોમેન્ટિક ફિલ્મ જોવાનું વિચારી રહ્યાં છો તો તમારા પ્રેમ સાથે બેસીને શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'કબીર સિંહ' જુઓ. આ ફિલ્મમાં ઘણી બધી કિસ છે.

આ પણ વાંચો:Shehzada New Poster Release: 'શહઝાદા'ના નવા પોસ્ટર સાથે એડવાન્સ બુકિંગની જાહેરાત, રિલીઝ પહેલા દર્શકોની પ્રતિક્રિયા

શાહિદ કિયારા કબીર સિંહ: જ્યારે શાહિદ ફિલ્મમાં શાનદાર અભિનય કરતો જોવા મળે છે તો કિયારા પ્રીતિના પાત્રમાં ખૂબ જ સારી છે. ફિલ્મમાં કિયારાને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. શાહિદ અને કિયારાની 'કબીર સિંહ' વર્ષ 2017માં રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ વિજય દેવરાકોંડાની તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની ઑફિશિયલ રિમેક છે. સાઉથ અને હિન્દી બંને ફિલ્મોનું નિર્દેશન સંદીપ વાંગા રેડ્ડીએ કર્યું છે. સાઉથની ફિલ્મ 'અર્જુન રેડ્ડી' પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર સાબિત થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details