મુંબઈ:સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ગીત 'નય્યો લગદા' ટીઝર રિલીઝ થઈ ગયુ છે. આ ટીઝરમાં જબરદસ્ત સીન જોવા મળી રહ્યા છે. આ સંપુર્ણ ગીત ટુંક સમયમાં રિલીઝ થશે. હાલ તારીખ 14 ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઈન ડે' આવી રહ્યો છે, તે માટે આ ગીત ખાસ છે. 'નય્યો લગદા' ગીતનું ટિઝર રિલીઝ થતા પહેલા એટલ કે, બુધવારના રોજ આ ફિલ્મનું શુટિંગ પુર્ણ કર્યાની જાહેરાત કરવામાં આવી હતી. શબ્બીર અહેમદ અને કમાલ ખાન અને પલક મુછલના ગીત સાથે તેઓ 'નય્યો લગદા'ના સંગીતકાર છે.
આ પણ વાંચો:Lala Amarnath Biopic: રાજકુમાર હિરાણી ક્રિકેટના દિગ્ગજ લાલા અમરનાથ પર બાયોપિકનું કરશે નિર્દેશન
નય્યો લગદા ટિઝર: સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના નિર્માતાઓએ 'નય્યો લગદા'નું ટીઝર રિલીઝ કર્યું છે, જે ફિલ્મના પ્રથમ ગીતમાંનું એક છે. 'નય્યો લગદા'ને લદ્દાખની રમણીય ખીણમાં પ્રેમગીત તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ટીઝરને જોઈને ગીતમાં ઘણી બધી મેલોડી છે અને આ 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી માટે એક ખાસ ગીત હશે.
નય્યો લગદા ટીઝર રિલીઝ: આ ગીતમાં સલમાન અને પૂજા હેગડે દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને વચ્ચેનો તાલમેલ અનોખો છે અને આહલાદક સ્થળો શૂટ કરવામાં આવ્યાં છે. આ સાથે આ ગીતમાં રોમાંસ પણ છે. 'નય્યો લગદા' ટીઝરે ચાહકોને વધુ ઇચ્છા કરતા કરી દીધા છે. પુરુ ગીત રિલીઝ કરવાનો સમય વધુ લાંબો નહીં હોય. કારણ કે, નિર્માતાઓ આવતીકાલે ઝી મ્યુઝિક કંપનીની અધિકૃત યુટ્યુબ ચેનલ પર વિડિઓ શેર કરવામાં આવશે. 'નાય્યો લગદા' ગીત માટ ફરી એકવાર સલમાન અને સંગીતકાર હિમેશ રેશમિયા સાથે જોડાયા છે. હિમેશ રેશમિયાએ અગાઉ સલમાન માટે 'તેરી મેરી', 'તેરે નામ' ટાઈટલ સોંગ, 'તુ હી તુ હર જગહ' જેવા બ્લોકબસ્ટર ગીત કંપોઝ કર્યા છે.
આ પણ વાંચો:Kiara Advani Pregnant: કિયારા પણ આલિયાની જેમ પ્રેગ્નન્ટ હશે, યુઝર્સે કહ્યું
ફિલ્મ રિલીઝ ડેટ: બુધવારે સલમાને જાહેરાત કરી હતી કે, 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર છે. આ ફિલ્મ વર્ષ 2023ની ઈદ પર રિલીઝ થવાની છે અને તે ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ થશે.